જો તમે પણ સફરજનને છાલ ઉતારીને ખાવ છો તો જાણી લો છાલના આ ફાયદાઓ, મોટાપો અને કેન્સર જેવી બીમારી સામે છે કારગર

સફરજન એક એવું ફળ છે જે એકલા તમારા આખા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે. પરંતુ ઘણા લોકો તેને છોલીને ખાવાને વધુ સમજદાર માને છે જે તદ્દન ખોટું છે. ઘણા બધા પોષક તત્વો સફરજનની છાલમાં રહેલા હોય છે જે શરીરના સુચારૂ કાર્યમાં મદદ કરે છે.

ઘણીવાર લોકો ફળની છાલ કાઢીને જ ખાય છે. એવું બને છે કે લોકો છાલને કચરો સમજીને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના ફળોની છાલમાં પણ ઘણા બધા પોષક તત્વો હોય છે. જો તમે સ્વસ્થ રહેવા માટે દરરોજ એક સફરજન ખાઓ છો તો તમને સફરજનમાંથી 30% પોષક તત્વો નથી મળતા. સફરજનની છાલમાં ઘણા એવા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ હોય છે.

સફરજનને વજન ઘટાડવાવાળા ખોરાકમાં સામેલ કરવામાં આવે છે તેની છાલમાં સારી માત્રામાં યુરસોલીક એસિડ જોવા મળે છે જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને વજન ઝડપથી ઘટાડે છે.

જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે સફરજનને તેની છાલ સાથે ખાવું જોઈએ કારણ કે આ છાલમાં ક્યૂરસેટિન નામનું તત્વ હોય છે જે શ્વાસની તકલીફ દૂર કરે છે.

ડૉક્ટરો હંમેશા સફરજનને તેમની છાલ સાથે ખાવાની ભલામણ કરે છે કારણ કે આખા સફરજનમાં લગભગ 8.5 મિલિગ્રામ વિટામિન સી અને લગભગ 98 આંતરરાષ્ટ્રીય યુનિટ વિટામિન A હોય છે. છાલ દૂર કરવા પર તે અનુક્રમે માત્ર 6.5 મિલિગ્રામ અને 60 આંતરરાષ્ટ્રીય એકમો જ રહેશે.

એક મધ્યમ કદના સફરજનમાં લગભગ 4.5 ગ્રામ ફાઈબર હોય છે પરંતુ જ્યારે આ સફરજનની છાલ કાઢી નાખવામાં આવે છે ત્યારે આ ફળમાં ફાઈબરનું પ્રમાણ માત્ર 2 ગ્રામ જ રહે છે. મતલબ કે સફરજનની છાલમાં પલ્પ કરતાં વધુ ફાઈબર હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના સંશોધનમાં સાબિત થયું છે કે સફરજનને છાલ સાથે ખાવાથી પેટ, લીવર અને સ્તન કેન્સરના કોષો ઉત્પન્ન થવાનું જોખમ ઓછું થાય છે.

team ayurved

Not allowed