શું તમારે પણ પેટની ચરબી નથી થઇ રહી ઓછી? તો આજે જ ચાલુ કરો આયુર્વેદના નુસખા

વધેલું વજન આજના સમયમાં લોકોની સૌથી પહેલી સમસ્યાઓમાંથી એક છે. ખાસ કરીને શહેરમાં રહેવા વાળા વધારે પડતા લોકો મોટાપાની ચપેટમાં આવતા હોય છે. એક બાજુ જ્યાં મોટાપાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો બીજી બાજુ અન્ય બીમારીઓ પણ ચપેટમાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે દરેક ચોથો વ્યક્તિ મોટાપાની સમસ્યાથી હેરાન છે. સામાન્ય રીતે ઘણા લોકોને વજન ઓછું કરવું એ મોટી સમસ્યા નથી હોતી. પરંતુ પેટની આજુ બાજુ જામેલી ચરબી ઓછી કરવામાં તે લોકોને ખુબ મહેનત કરવી પડતી હોય છે.

ખાવા પીવાની ખોટી આદતો, કલાકો સુધી સીટ પર બેસી રહેવાનું અને વર્કઆઉટ કરવું નહિ જેવા કામોથી પેટની ચરબી વધવા લગતી હોય છે. જો તમે એવા વ્યક્તિ છો જે પેટની ચરબી ઓછી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છો તો આયુર્વેદ અનુસાર કેટલીક જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવેલ છે જે તમારી મદદ કરી શકે છે.

જો તમે જિમમાં જઈને કે કસરત કરીને પણ વજન ઉતારવામાં નિષ્ફ્ળ ગયા છો તો હવે ચિંતાની કોઈ વાત નથી. આયુર્વેદના 9 ઉપાયો જેને અનુસરીને તમે પેટની ચરબી ઓછી કરી શકો છો. આયુર્વેદમાં દરેક શારીરિક તકલીફોનો સચોટ ઉપાય બતાવવામાં આવ્યા છે. જેની સામાન્ય રીતે કોઈ આડઅસર પણ થતી નથી. જરૂર છે તેનું યોગ્ય રીતે પાલન કરવાની.

1. બપોરના સમયે 50 ટકા કેલરીયુક્ત ખોરાક લો. આયુર્વેદ મુજબ આ સમયે પાચન શક્તિ વધારે હોય છે. રાત્રિ ભોજનમાં વધારે કેલરીવાળા ખોરાક ટાળો. સાંજે 6 વાગ્યા પહેલા ભોજન કરવું સૌથી સારું ગણવામાં આવે છે.

2. પેટની ચરબી ઓછી કરવા માટે ખોરાકની સૂચિમાંથી શુદ્ધ કાર્બોહાઈડ્રેટને બાકાત રાખો, જેમ કે ખાંડયુક્ત પીણાં, મીઠાઈઓ, બ્રેડ, બિસ્કિટ, તેલયુક્ત ખોરાક.

3. સવારે ખાલી પેટે મેથી સાથે પાણી પીઓ. એવામાં મેથીને આગલી રાત્રે પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે મેથી પલાળેલું પાણી પીઓ. જો એવું ના થાય એવું હોય તો તમે પાણીમાં મેથીનો પાવડર મિક્સ કરીને પી શકો છો.

4. આયુર્વેદ અનુસાર આમલી ખાવાથી પણ પેટની ચરબી ઓછી થઈ શકે છે. તેનાથી જીભનો સ્વાદ વધે છે. પાચનશક્તિ વધારે છે. વજનમાં ઘટાડો થાય છે.

5. શરીરમાંથી ઝેર દૂર કરવા માટે આહારમાં ત્રિફળા ઉમેરો. તેનાથી પાચન પ્રક્રિયા સુધારે છે. રાત્રે જમ્યા પછી, એક ચમચી ત્રિફળા સાથે નવશેકું પાણીમાં મિક્સ કરીને ખાઓ.

6. સૂકું આદુ પાવડર ચરબીને પચાવવામાં મદદ કરે છે. સૂકું આદુ ગરમ પાણી સાથે મિશ્રિત કરીને ખાઓ. તેનાતી પાચનશક્તિ વધશે અને વધારાની ચરબી ઓછી થશે. જો તમારી પાસે ઘરમાં સૂકા આદુનો પાવડર ન હોય તો કઢીમાં આદુ ઉમેરો. તમે તેને ચા સાથે પણ પી શકો છો.

7. તમારા પેટ પર હાથ રાખીને નિયમિતપણે 30 મિનિટ સુધી ચાલો. તે પણ ફાયદો કરાવે છે.

8. તમારી તરસ છીપાવવા માટે ઠંડુ પાણી ન પીવો. ગરમ પાણી પીઓ. તેનાથી પાચન પણ વધે છે.

9. આયુર્વેદ કહે છે, ખોરાકને સારી રીતે ચાવવાથી વજન વધતું નથી.

team ayurved

Not allowed