તુલસીના સૂકા પત્તા પણ છે ઘણા કામના, કચરાપેટીમાં ફેંકવાને બદલે આવી રીતે કરો ઉપયોગ
ભારતમાં તુલસીના છોડને ઘણો પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે વધારે ઘરોમાં તે જોવા મળી જશે. આ પ્લાન્ટને આર્યુવેદનો ખજાનો પણ કહેવો ખોટો નહિ હોય, કારણ કે તેમાં ઔષધીય ગુણોની કોઇ કમી નથી હોતી. તેની મદદથી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં આવે છે. જેનાથી શરદી, ઉધરસનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે. ઘણીવાર આપણે વધારે તુલસીના પત્તા તોડી લાવીએ છે અને ઉપયોગ ન થવાને કારણે તે સૂકાઇ જાય છે.
પરંતુ જો તમે આ ડ્રાઇ લીવ્સને કચરામાં ફેંકી રહ્યા છો તો ભૂલ કરી રહ્યા છો. આ એક મોટી ભૂલ સાબિત થઇ શકે છે. તુલસીના સૂકા પત્તાને બિલકુલ ડસ્ટબીનમાં ના ફેંકો, કારણ કે આનાથી તમે અલગ અલગ ફાયદા ઉઠાવી શકો છો. તો આવો જાણીએ કે આ સૂકા પત્તાને જમા કર્યા બાદ તેનો કેવી રીતે ઉપયોગ કરવો. તમે તુલસીના સૂકા પત્તાને એક કટોરીમાં જમા કરો. હવે એક પેનમાં એક ગ્લાસ પાણીને ગરમ કરો અને પથી આ ડ્રાઇ લીવ્સને તેમાં મિક્સ કરો.
હવે તેને ચાળણીની મદદથી ગાળી લો અને પછી તેને પી જાઓ. આનાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધશે. જો ઘરમાં વધારે તુલસીના પત્તા જમા થઇ ગયા છે, તો તેને મિક્સરમાં પીસી પાઉડર બનાવી લો અને તેને અલગ અલગ રેસીપીમાં ભેળવી તેનો સ્વાદ વધારી શકો છો. તુલસીના સૂકા પત્તાનો ઉપયોગ તમે સલાડ કે પિઝાને વધારે સારો ટેસ્ટ આપવા માટે કરી શકો છો.
આ પત્તાની મદદથી સીઝનિંગ તૈયાર કરી ફૂડ્સ પર છીડકી શકો છો. તુલસીના સૂકા પત્તાનો ઉપયોગ ખાદ્ય એટલે કે ફર્ટીલાઇઝર રીતે પણ કરી શકાય છે. તેને હાથોથી ક્રશ કરી માટી સાથે મિક્સ કરી લો, આને જે પણ છોડની જડમાં નાખશો તે પ્લાન્ટનો ગ્રોથ સારો રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નૂસખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. જેની પુષ્ટિ અખંડ આર્યુવેદ કરતુ નથી.)