ઘણા બધા લોકોને કઈ પણ ખાધા પછી તરત પાણી પીવાની ટેવ હોય છે. ખાવાનું ખાધા પછી તરત પાણી પીવું જોઈએ નહિ આ વાત તમે ઘણી વખત સાંભળી હશે. તેનું પાછળનું કારણ એ છે કે તેના લીધા ડાઇજેસ્ટિવ જૂસ ડાયસ્યુટ થઇ જતું હતું હોય છે અને ખાવાનું પચવામાં મુશ્કેલી થતી હોય છે. પરંતુ તમે હુંફાળું પાણી પી શકો છો. ખાલી ખાવાનું જ નહિ પરંતુ બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જેના ખાધા પછી તરત પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
પાણી પીવું શરીર માટે ખુબ લાભકારક હોય છે. દરેક વ્યક્તિએ દરરોજ 6-10 લીટ પાણી પીવું જોઈએ. આવું એટલા માટે કારણ કે દરેક વ્યક્તિના શરીરને પાણીની ખુબ જ આવશક્યતા હોય છે. આજે જાણીશું કે ખાવાનું ખાધા પછી કેમ તરત પાણી પીવું ના જોઈએ.
1.પેટમાં તકલીક: ફળમાં ફ્રુક્ટોઝ અને યીસ્ટની માત્રા વધુ હોય છે, જેથી ફળ ખાધા પછી પાણી પીવાથી તમારા પેટમાં રહેલું એસિડ પાતળું થઈ જાય છે, જેથી તમને પેટમાં સમસ્યા ઉભી થાય છે.
2.બ્લડ શુગર લેવલમાં વધારો: ફળ ખાધા પછી પાણી પીવાથી તમારી પાચન પ્રક્રિયામાં સમસ્યા થાય છે અને તમારા ઇન્સ્યુલિનનું સ્તર વધે છે જેથી તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે.
3.PH લેવલમાં ફેરફાર: કેટલાક ફળોમાં પાણીની માત્રા વધુ હોવાથી તમારું pH સ્તરમાં ફેરફાર થાય છે. જેથી તમારું પેટ ઓછું એસિડિક બને છે.
4.પાચન તંત્ર પર અસર: જો તમે ફળ ખાધા પછી પાણી પીઓ છો તો અપચાને કારણે ફળોના જરૂરી પોષક તત્વોને શોષવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ જાય છે.
5.અડધો કલાક પછી પાણી પીઓ: ફળ ખાધાના અડધા કલાક પછી જ તમારે પાણી પીવું જોઈએ. જો તમે તરત જ પાણી પીઓ છો તો પાચન તંત્ર પર અસર પડશે. જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.