કેટ કેટલાય ઉપાયો કરવા છતાં પણ જો તમારું વજન નથી ઘટી રહ્યું તો અપનાવો આ 5 ઉપાય, ધડાધડ ઘટવા લાગશે વજન

આજના ભાગદોડ ભર્યા જીવનમાં દરેકના આહાર પર ખુબ જ ખરાબ અસર પડી રહી છે. જેનાથી લોકો મોટાપાનો શિકાર થાય છે. લોકો મોટાપો ઘટાડવા કેટલાક ઉપાયો કરે છે પણ તેનાથી કઈ ફરક પડતો નથી. 5 કિલો વજન ઘટાડવામાં કે 15 કિલો વજન ઘટાડવામાં લોકોને ખુબ જ તકલીફ સહન કરવી પડે છે. તો પણ કેટલીકવાર સફળતા હાથે નથી આવતી.

વજન ઘટાડવા લોકો ડાયટિંગ અને કસરતનો સહારો લે છે પરંતુ તેનાથી પણ બહુ ફરક નથી પડતો. તો ચાલો તમને એવા ઉપાયો જણાવીએ કે જેનાથી તમે તમારું વજન સરળતાથી ઉતારી શકશો. નોંધ આ વસ્તુઓ તમારે સવારે ઉઠીને કરવાની છે.

મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉકાળીને નહીં તો ખાલી પાન ચાવી તેની પર ગરમ પાણી પીવો તો પણ ચાલે. આ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ ઘટી જાય છે અને તેની સાથે સાથે ચરબી પણ ઓછી થાય છે.

જીરૂને ગરમ પાણીમાં ઉકાળીને અને તેમાં લીંબુનો રસ નાખીને પીવું અથવા તો જીરૂને આખી રાત પાણીમાં પલાળીને સવારે તે પાણી પીવું જોઈએ. જીરુમાં પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા તત્વો હોય છે અને જીરુંનું પાણી પીવાથી શરીરમાં મેટાબોલિઝમમાં વધારો થાય છે.

સ્ટ્રેસ લેવાથી પણ વ્યક્તિનું વજન વધી શકે છે. જો તમે તમારા જીવનમાંથી સ્ટ્રેસ દૂર કરો તો તમારી તબિયત અને વજન બંને સારું રહેશે. મેડિટેશનથી પણ સ્ટ્રેસ દૂર કરી શકાય છે.

જો તમે મેડિટેશન કરો તો તમારો સ્ટ્રેસ દૂર થાય છે અને શરીરને નવી ઉર્જા પણ મળે છે. રોજ સવારે ઓછામાં ઓછું 10 મિનિટ મેડિટેશન કરો તો તમારો સ્ટ્રેસ અને વજન બંને ઓછું થશે.

team ayurved

Not allowed