આ 10 ચીજવસ્તુ ભૂલથી પણ ફ્રિજમાં ન રાખતા નહીંતર…
આજે લોકો પાસે સમયનો અભાવ થઇ ગયો છે. ત્યારે લોકો દરરોજનું શાકભાજી લેવાને બદલે અઠવાડિયાનું શાકભાજી સાથે લઇ આવે છે. પછી આ શાકભાજીને ફ્રીઝમાં મૂકી દે છે.ત્યારબાદ જરૂર મુજબના છે. પરંતુ શું તમને ખબર છે કે, ઘણી એવી વસ્તુ છે જેને ફ્રીઝમાં મુકવાથી નુકસાન થાય છે.
આવો જાણીએ એવી કંઈ વસ્તુ છે જેને ફ્રીઝમાં મુકવાથી નુકસાન થાય છે.
કાકડી ફ્રીજમાં ન મૂકવી જોઈએ:
ઉનાળા દરમ્યાન લોકો કાકડીને ફ્રીજમાં રાખીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ એકથી બે દિવસ દરમ્યાન તે બગાડવા લાગે છે. આ માટે કાકડીને લાંબા સમય દરમ્યાન ફ્રીજમાં ન મૂકવી જોઈયે.
બ્રેડને ફ્રીજમાં ન રાખવી જોઈએ:
સામાન્ય રીતે બ્રેડ એકથી બે દિવસ દરમ્યાન ખતમ કરી દેવામાં આવે છે. પરંતુ કોઈપણ વ્યક્તિએ લાંબા સમય દરમ્યાન બ્રેડ રાખવી હોયતો તેને ફ્રીજને બદલે ફ્રીઝર નો ઉપયોગ કરવો અનિવાર્ય છે. જેથી કરીને બ્રેડ ખાતી વખતે નુકશાન ન થાય.
કેળાને ફ્રીજમાં ન મુકવા:
કેળાને લાંબા સમય દરમ્યાન ફ્રીજમાં મુકવામાં આવે તો કેળા બગડી જાય છે. કેળાનો રંગ કાળા કલરનું થઈ જાય છે. પરંતુ કેળાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવા હોય તો તેની ટોચ પર પ્લાસ્ટિકનો ટુકડો બાંધીને રાખવું જેથી કરીને કોઈપણ પ્રકારનો બગાડ થતો નથી. કેળાને તમે ફ્રીજમાં રાખવાથી તેની અંદર રહેલો ઇથાઇલિન નામનો ગેસ રહેલો હોય છે જે બીજા ફળોને પણ બગાડે છે.
ટામેટાને ફ્રીજમાં ના રાખવા:
લોકો સમયના અભાવે શાકભાજી બજારમાંથી એકસાથે વધારે પ્રમાણમાં લઇ આવતા હોય છે. પછી તેને ફ્રીજમાં મુકી દે છે. પરંતુ ટામેટાને લાંબો સમય મુકવાથી તેની અંદરના જુલ્લી તુટી જાય છે. તેનાથી ટામેટા બગડી જાય છે.
સફરજનને લાંબા સમય સુધી ન રાખવા:
સફરજનને લાંબા સમય દરમ્યાન ફ્રીજમાં રાખવાથી વે બગડી જાય છે. જેથી કરીને તેને ઉપયોગમાં લઇ શકતા નથી. સફરજનને ફ્રીજમાં રાખવા હોયતો કાગળમાં વીંટીને રાખવા જેથી કરીને બગડે નહિ.
કોફીને ફ્રીજમાં રાખવાથી થતું નુકશાન:
કોફીને ફ્રીજમાં રાખવાથી તેની સાથે રહેલ બીજી વસ્તુને પણ તે બગાડે છે. કોફીને ફ્રીજમાં રાખવાથી તેની સાથે રહેલ અન્ય વસ્તુની સુગન્ધ પણ તેમાં આવવા લાગે છે.
બટેકાને ફ્રીજમાં રાખવાથી થતું નુકસાન:
બટેકાને ફ્રીજમાં રાખવાથી સ્ટાર્ચ સુગરમાં બદલી જાય છે. જે શરીરને ખુબ નુકસાની કરે છે. તેનાથી સ્વાદમાં પણ ફેર પડીજાય છે.
તરબૂચને ક્યારે પણ ફ્રીઝમાં ના રાખવા :
તરબૂચને ફ્રીજમાં રાખવાથી તેની અંદર રહેલો પૌષ્ટિકતત્વ શોષાય જાય છે. તેનાથી આપણે તરબૂચમાં રહેલો પૌષ્ટિક ગણ મળતો નથી.