લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયા ભાભી એટલે કે દિશા વાકાણીનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા બેકલે ચોલીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ લોકોએ દિશાનો આ અવતાર પહેલા નથી જોયો. જેના કારણે આ વીડિયોને વધુ શેર કરવામાં આવી રહ્યો છે અને તમામ ફેન્સ દિશાના આ રૂપને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
તેનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગુજરાતી વહુની ભૂમિકા ભજવનાર દિશા વાકાણી આ વીડિયોમાં ગુજરાતી ગરબા કરવાને બદલે માછીમારો ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દિશા વાકાણી ‘દરિયા કિનારે એક બંગલો…’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશા સાડીમાં જોવા મળતી દિશા વાકાણીએ આ વીડિયોમાં ગોલ્ડન સ્કર્ટ અને બેકલે ચોલી પહેરી છે. તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જો કે તેના ડાન્સનો આ વીડિયો ઘણો જૂનો છે.
આ વીડિયોમાં તે તોફાની હરકતો બતાવી રહી છે. દિશા વાકાણીનો આ વીડિયો જોયા બાદ તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક ચાહકે કોમેન્ટમાં લખ્યું, ‘શું હું જેઠાલાલ સાથે વાત કરું?’ કેટલાક લોકો દિશાના ખૂબ વખાણ કરી રહ્યા છે તો બીજી બાજુ કેટલાક કહી રહ્યા છે કે તેઓ દિશાને આ રૂપમાં જોવાનું ક્યારેય વિચારશે પણ નહીં. દિશા વાકાણી લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ નથી. તેણે પ્રેગ્નેંસી બાદ 2017માં મેટરનીટી લીવ લીધી હતી અને તે બાદથી તે હજુ સુધી શોમાં પરત ફરી નથી.
દિશા વાકાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીનું પાત્ર ભજવીને લગભગ દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે. અનેક લોકો દયાબેનને પસંદ કરે છે અને લગભગ દરેકને તેની બોલવાની શૈલી પસંદ છે. દિશા ભલે લાંબા સમયથી ટીવીમાં કોઈ કામ ન કરી રહી હોય, પરંતુ તેના ફેન્સ હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ચાહકોને હજુ પણ આશા છે કે દિશા વાકાણી ટૂંક સમયમાં દયા ભાભી તરીકે પરત ફરશે.