કોલેસ્ટ્રોલ અને ડાયબિટીસ જેવા અન્ય રોગોમાં મદદ માટે ખુબ જ ગુણકારી છે આ વસ્તુ, પાણીમાં નાખીને પીવાથી થાય છે અઢળક ફાયદા

તમે ભીંડાનું શાક તો જરૂર ખાધું હશે પરંતુ શું તમે ભીંડાના પાણી (ઓકરા વોટર) વિશે સાંભળ્યું છે? ભીંડાનું પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સોજ સવારે ઉઠીને એક ગ્લાસ ભીંડાનું પાણી પીવાથી તમારું શરીર ઘણા રોગોથી મુક્ત રહેશે. આયુર્વેદમાં ભીંડાના પાણીને કોલેસ્ટ્રોલ અને હૃદયરોગથી બચવા માટે અને ડાયાબિટીસ માટે એક મુખ્ય ઈલાજ માનવામાં આવે છે.

ભીંડાનું પાણી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. દુનિયાના ઘણા દેશોમાં ભીંડાને પ્રોટીન, વસા, ફાયબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને તાંબું મળી આવે છે. ડાયાબીબીટીસના દર્દીઓ માટે ચિકિત્સક ભીંડાને ખૂબ જ ફાયદેમંદ માને છે. ભીંડાનું પાણી ગ્લુકોઝને બ્લડમાં ઘૂસવાની પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી તમારા બ્લડમાં શુગર લેવલ ઘટે છે.

શા માટે ભીંડાનું પાણી છે ફાયદાકારક – ભીંડા પૌષ્ટિક તત્વોનો ભંડાર છે એટલે એના પાણીથી શરીરને ઘણા લાભો મળે છે. જો તમે એક ગ્લાસ ભીંડાનું પાણી (ઓકરા વોટર) પીવો તો એનાથી તમારા શરીરને ઘણા તત્વો મળે છે, જેમ કે- 80 માઇક્રોગ્રામ ફોલેટ, 60 મિલીગ્રામ મેગ્નેશિયમ, 30 કેલરી, 21 ગ્રામ વિટામિન સી, 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 3 ગ્રામ ડાયેટ્રી ફાઈબર, 2 ગ્રામ પોટિન અને ફક્ત 1 ગ્રામ ફેટ મળે છે.

ભીંડાના પાણીના સેવનના ફાયદાઓ – થાક અને સુસ્તી દૂર રહેશે : જો તમે ભીંડાના પાણીનું નિયમિત સેવન કરો તો તમને કોઈ પણ મલ્ટીવિટામીન કેપ્સુલ કે એનર્જી ડ્રિન્ક લેવાની જરૂર નહિ પડે કારણ કે ભીંડાના પાણીના પહેલાથી જ બધા જ તત્વો હાજર છે. જે આખો દિવસ તમારા શરીરને ઉર્જા આપે છે અને એનાથી થાક, સુસ્તી અને આળસ દૂર થાય છે.

મળશે ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ – ભીંડામાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ડાયાબીબીટીસ સિવાય હૃદયની બીમારીઓથી પણ આપણી રક્ષા કરે છે. ભીંડામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી આપણને બચાવે છે અને શરીરની અંદરના ભાગોને સ્વસ્થ રાખે છે. આ એન્ટીઓક્સીડેન્ટ્સને કારણે કેન્સરના સેલની ગતિ પણ ધીમી પડી જાય છે એટલે કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન માટે ભીંડા – ભીંડામાં ઘણા એવા તત્વો હોય છે જે ઇન્સ્યુલિનનાં ઉત્પાદનમાં મદદ કરે છે. કાર્બોહાઈડ્રેટથી ગ્લુકોઝને અલગ કરવા માટે આપણા શરીરને એક હોર્મોનની જરૂર પડે છે જેને ઇન્સ્યુલિન કહે છે. આ શરીરમાં અગ્નાશય દ્વારા છોડવામાં આવે છે. આપણા શરીરમાં ડાયાબિટીસ આ ઇન્સ્યુલિનની કમીને કારણે જ થાય છે. ભીંડા અગ્નાશયમાં બીટા સેલ્સને સારા બનાવે છે જેનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે.

તો જાણીએ કે કઈ રીતે બનાવવું ભીંડાનું પાણી – સૌથી પહેલા 4-5 મધ્યમ કદના ભીંડા લો અને સારી રીતે ધોઈ લો. આ ભીંડાને ઉભા બે ભાગમાં કાપી લો. હવે આ કાપેલા ભીંડાને એક જારમાં મુકો. જારમાં 1-1.5 લીટર પાણી નાખો. હવે આ જારને કોઈ ઝીણા કપડાં કે જારીથી ઢાંકી લો જેથી જારમાં હવાની અવરજવર રહે. આ પાણીમાં ભીંડાને 8થી 24 કલાક માટે રહેવા દો. નકક્કી કરેલા સમય બાદ ભીંડાને પાણીમાં જ નીચોવીને બહાર કાઢી લો જેથી તેમનો બધો જ અર્ક નીકળી જાય. હવે ભીંડાને ફેંકી દો અને પાણીને પી લો.

ભીંડામાંથી બનતું આ પાણી ઘણા ગંભીર રોગો માટે ફાયદાકારક છે. આ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને કિડનીના રોગોથી બચાવે છે. જો તમે નિયમિત એનું સેવન કરો છો તો એનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. આ ભીંડાના પાણીને (ઓકરા વોટર) ને સવારે ખાલી પેટે પીવો અને પીવાના 30 મિનિટ પછી જ નાસ્તો કરો. સવારે પીવા માટે ભીંડાને સાંજે જ પલાળીને મુકો દો જેથી ઓછમાં ઓછું 8-10 કલાક ભીંડા પાણીમાં રહે અને તેનો અર્ક સારી રીતે નીકળી શકે.

Team Akhand Ayurved

Not allowed