દેશી સ્પાઈડર મેનને આવ્યું વન વિભાગનું તેડું, ગિરનારના ભૈરવ જપ શિખર ઉપર સડસડાટ ચઢી જતા વીડિયો થયો હતો વાયરલ

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક યુવક ઊંચા ગઢ ગિરનાર પાર આવેલા ભૈરવ જપ શિખર ઉપર સડસડાટ ચઢી રહ્યો હતો.  આ વીડિયો જોઈ સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે.  યુવક જ્યારે આ જોખમી ચઢાણ કરી રહ્યો હતો ત્યારે અન્ય પ્રવાસીઓએ આ દૃશ્યો કેમેરામાં કેદ કર્યાં હતાં, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે. આ યુવાને જીવના જોખમે કરેલા અખતરા અંગે લોકો અલગ અલગ પ્રકારની ચર્ચાઓ જોવા મળી છે. માત્ર થોડા સમયમાં જ લોકો તેને સ્પાઈડર મેન ગણાવી રહ્યા છે.

વીડિયોમાં જે વ્યક્તિ જોવા મળ્યો હતો તેમનું નામ પ્રેમ કાછડિયા છે .અને તે જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહે છે.  પ્રેમભાઈએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં 20 વર્ષથી ભૈરવજપ પર જાય છે.  તેઓ દર મહિને ત્રણથી ચાર વખત આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચઢાવે છે.

પરંતુ ભરાઈવ જપ શિખર ઉપર સડસડાટ ચઢી જવાનો વીડિયો વાયરલ થવાના અકરને હવે પ્રેમ કાછડીયાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.  પ્રેમ કાછડીયાને  વીડિયોને કારણે વનવિભાગે તેમને હાજર થવા નોટિસ આપી છે. જેમાં ભવનાથ વનવિભાગના સર્કિટ હાઉસ ખાતે હાજર થવા જણાવવામાં આવ્યું છે.

પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં, ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ એને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટે ભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં, અન્ય કોઈ જગ્યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ એને કોઈપણ ચાર્જ લીધા વિના રિપેર કરી આપે છે.

પ્રેમભાઈ ભૈરવજપ પર ચડવા અંગે કહે છે, ‘ત્યાં ચડતી વખતે બધું ભુલાઈ જાય છે. ક્યાં જતો હોઉં છું એ યાદ રહેતું નથી, બાકી બધું ભૈરવદાદાને જોવાનું. આ જગ્યાએ પહેલી વખત 20 વર્ષ પહેલાં ચડ્યો હતો.’ વધુમાં તેઓ જણાવે છે કે ‘ભૈરવદાદાએ પરીક્ષા બહુ લીધી. એકવાર ટૂ-વ્હીલરમાં એક્સિડન્ટ થયો હતો. ત્યારે પડી ગયો હતો અને મારા બંને પગ ડેમેજ થઈ ગયા હતા, પણ ભૈરવદાદાની કૃપાથી હાલ એકદમ સારું થઈ ગયું છે.’

Not allowed