રસ્તા પર ઉભા રહીને ઝોમેટો ડિલિવરી બોય કરવા લાગ્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા જ લોકો બોલ્યા, “જમવાનું ઠંડુ થઇ ગયું હવે નહિ મળે ટીપ..”

ગ્રાહકનું કહેવાનું લઈને જતો ડિલિવરી બોય રસ્તામાં સ્કૂટર ઉભું રાખીને બનાવવા લાગ્યો રીલ, વીડિયો વાયરલ થતા જ લોકો ભરાયા ગુસ્સે, જુઓ

સોશિયલ મીડિયા પર ફૂડ ડિલિવરી બોયના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર ડિલિવરી બોય એવા એવા કામ કરતા હોય છે જે સોશિયલ મીડિયા યુઝર્સ લેતા હોય છે. ફૂડ ડિલિવરી બોયનું કામ એક રીતે ખુબ જ મુશ્કેલ પણ હોય છે, તે તમારા દ્વારા ઓર્ડર કરવામાં આવેલા ફૂડને તમારા સુધી ગરમા ગરમ પહોંચાવતો હોય છે. ત્યારે હાલ ઝોમેટોના ફૂડ ડિલિવરી બોયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રસ્તા વચ્ચે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્કૂટી પર Zomatoનો ડ્રેસ અને તેની બેગ લઈ જતો એક છોકરો રસ્તાની વચ્ચે રોકાઈને રીલ બનાવવા ડાન્સ કરી રહ્યો છે. હવે તેનો આ વીડિયો શેર કરીને લોકો કહી રહ્યા છે કે જો તમારો ઓર્ડર હવે મોડો આવ્યો છે, તો સમજી લો કે આ પણ એક કારણ હોઈ શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ડિલિવરી બોય રસ્તાની વચ્ચે રોકાઈને મસ્તીથી ડાન્સ કરી રહ્યો છે. છોકરો સ્કૂટી પરથી ઉતરે છે અને પછી ધમાકેદાર નાચવા લાગે છે. વીડિયો જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, ‘જ્યારે ઓર્ડર મોડો થાય છે, ત્યારે લોકોને લાગે છે કે ડિલિવરી પર્સન ટ્રાફિકમાં ફસાઈ જશે, પરંતુ ડિલિવરી પર્સન અહીં રીલ કરી રહ્યો છે.’ અન્ય એક યુઝરે લખ્યું “ભોજન ઠંડુ થઈ ગયું હશે, આજથી ટિપ્સ આપવાનું બંધ કરો.” આ વીડિયો ઘણો વાયરલ થયો છે. જો કે, તે સ્પષ્ટ નથી કે તે ખરેખર Zomatoનો ડિલિવરી બોય છે કે પછી તેણે આવા જ વીડિયો બનાવવા માટે ડ્રેસ પહેર્યો છે.

ડિલિવરી બોયના  ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. મોટાભાગના વીડિયો એવા હોય છે, જેમાં ડિલિવરી બોય કંઈક એવું કરે છે કે લોકો તેના વખાણ કરવા લાગે છે. પરંતુ, હવે આ ડિલિવરી બોયનો આવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો મજા માણી રહ્યા છે અને થોડા ગુસ્સામાં પણ દેખાઈ રહ્યા છે.

Team Akhand Ayurved

Not allowed