
ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કપલમાના એક ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જી અમુક મહિના પહેલા જ માં બાપ બન્યા છે. દેબીનાએ સુંદર ક્યૂટ દીકરી લિયાનાને જન્મ આપ્યો હતો.દેબીના તે અભિનેત્રીમાંની એક છે જેણે અન્ય મહિલાઓની જેમ ગર્ભાવઠાની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. દેબીનાએ બાળક માટે આઈવીએફનો પણ સહારો લીધો હતો. એવામાં લગ્નના 11 વર્ષ બાદ કપલના ઘરે કિલકારીઓ ગુંજી હતી.
એવામાં દીકરીના જન્મના ત્રણ મહિના બાદ કપલે બીજી વાર ગર્ભાવસ્થાની જાણકારી આપીને લોકોને ચોંકાવી દીધા છે. દીકરીના જન્મ બાદ ફરીથી દેબીના ગર્ભવતી થઇ છે અને હાલ તે ત્રણ મહિનાની પ્રેગ્નેન્ટ છે. એવામાં બીજા બાળકના સ્વાગત માટે અને પોતાના અને બાળકની તંદુરસ્તી માટે દેબીના જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
ગત દિવસોમાં દેબીનાએ પોતાનો વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો છે, જેમાં તે કસરત કરીને પરસેવો પાડી રહી છે. વીડિયોમાં દેબીના બ્લેક બ્રાલેટ અને બ્લેક સ્પોર્ટ્સ પેન્ટ પહેરીને જોવા મળી રહી છે. અને અન્ય મહિલાની જેમ આરામ કરવાને બદલે તે વર્કઆઉટ કરી રહી છે અને ડમ્બેલ્સ ઉપાડી રહી છે. વીડિયોમાં દેબીના જાત જાતની કસરત કરતી જોવા મળી રહી છે.વીડિયોમાં દેબીનાનું બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વીડિયો શેર કરીને દેબીનાએ કેપ્શનમા લખ્યું કે,”હું મારા પ્રશિક્ષત @mindbodydesign_newyou ની મદદથી મારા આસન કસરતને કેવી રીતે મેનેજ કરું છું, તેની એક ઝલક, આ દિવસોમાં હું બધા વિશે છું….એક સ્વસ્થ શરીર…શાંત મન અને અને આસપાસના વ્હાલા લોકોની સાથે. હું અને મારું બાળક અંદરથી અને બહારથી સ્વસ્થ છીએ, તે સુનિશ્ચિત કરવા માટે તમારી ફિટનેસનું ધ્યાન રાખો”. દેબીનાનો આ વીડિયો લોકોએ ખુબ પસંદ કર્યો છે અને અને તે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સમાન છે.
View this post on Instagram
લોકો દેબીનાના સ્ટ્રેન્થની ખુબ પ્રશંસા કરી રહ્યા છે તો કોઈ તેને સુપર મોમ કે સ્ટ્રોંગ વુમન કહી રહ્યું છે. એક યુઝરે તો કમેન્ટ કરતા લખ્યું કે દેબીનાના પેટમાં જે બાળક છે તે છોકરો છે.જયારે અમુક લોકોએ તેને બીજી ગર્ભાવસ્થા પર સવાલ ઉઠાવતા લખ્યું કે જો માં બાળકને બિલકુલ પણ સ્તનપાન નથી કરાવતી તો તે ગર્ભવતી થઇ શકે છે.