અમદાવાદમાં ચાર દીકરીઓએ આપ્યો માતાની અર્થીને કાંધ, તસવીરો જોઇ ખરેખર આંસુ આવી જશે

ઘણીવાર કોઇ દંપતિને પુત્ર ન હોય તો તેઓ પુત્રની ઝંખના રાખતા હોય છે. પરંતુ આજે તો દીકરીઓ ઘણી આગળ નીકળઈ ગઇ છે અને લોકોની વિચારશક્તિ પણ બદલાઇ રહી છે. ત્યારે આને લગતો એક કિસ્સો હાલમાં અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં ચાર દીકરીઓએ મળી માતાની અર્થીને કાંધ આવી અને અગ્નિદાહ પણ આપ્યો. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતાં એક 78 વર્ષિય વૃદ્ધાનું અવસાન થતા તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમની ચારેય દીકરીઓએ મળી તેમની અર્થીને કાંધ આપી હતી અને

અગ્નિદાહ આપ્યો હતો. માતાની અંતિમ ઈચ્છા ચારેય દીકરીઓએ વિધિવત્ રીતે પૂરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સીટીએમમાં સદગુરુ બંગ્લોઝમાં રહેતા અને મૂળ બોટાદના વતની એવા 78 વર્ષિય દાવડા કંચનબેનનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયુ હતુ અને તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. અલગ અલગ શહેરોમાં પરણાવેલી ચાર દીકરીઓએ અમદાવાદ આવી માતાના અંતિમ દર્શન કર્યાં હતા

અને માતાની ઈચ્છા મુજબ ચારેય દીકરીઓ તેમને કાંધ આપી અને અગ્નિદાહ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દીકરીઓના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફેબ્રિકેશનનું નાનું-મોટું કામ કરતા અને તેમાંથી ખાસ કમાણી નહોતી થતી. તેમની માતાએ જ પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો હતો. તેમણે દીકરીઓના લગ્ન પણ કરાવ્યા. ત્યારે વર્ષ 2009માં પિતાનું અવસાન થયા બાદ માતાને પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગી. જણાવી દઇએ કે, વૃદ્ધાની અંતિમ યાત્રા ખોખરા સ્મશાનગૃહ સુધી નીકળી હતી.

દીકરીઓએ માતાને કાંધ આપી એ સમયે ઘણી જ દુખી અને નમ જોવા મળી હતી. આ દ્રશ્ય જોઇ તો ત્યાં હાજર સૌ કોઇની આંખમાં આંસુ આવી ગયા હતા. કંચનબેને ચારેય દીકરીઓ હિના, સુધા, નીતા અને જલ્પાને પ્રેમથી ઉછેર્યા હતા. ત્યારે તેમણે પણ પોતાની માતાની અંતિમ ઈચ્છા મુજબની વિદાય તેમને આપી હતી. ઉલ્લેખનીય છે કે, દીકરીઓએ માતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોય તેવો આ તેમના સમાજનો પહેલો કિસ્સો છે.

ayurved

Not allowed