વહુએ સાસુ-સસરાના રૂમમાં કેમેરો ગોઠવી ગંદો વીડિયો બનાવ્યો, પછી વહુ અધધધ કરોડનો કાંડ કરી ગઈ, આખી ઘટના જાણીને કહેશો ભગવાન કેવો કળયુગ આવ્યો છે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અવૈદ્ય સંબંધોના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીક વાર આવા કિસ્સાઓમાં પરણિત મહિલા પ્રેમી સાથે ફરાર થઇ જતી હોય છે તો કેટલીકવાર તે ઘરમાંથી રોકડ અને જ્વેલરી પણ લઇને નાસી જતી હોય છે. દેશની રાજધાની દિલ્હીમાંથી એક મામલો સામે આવ્યો છે. એક કળિયુગી વહુએ શરમજનક કૃત્ય કર્યું છે. તેણે બેડરૂમમાં કેમેરો લગાવીને પોતાના જ સાસુ-સસરાનો વાંધાજનક વીડિયો બનાવ્યો હતો. આ પછી તે તેના બોયફ્રેન્ડ સાથે 2 કરોડની જ્વેલરી લઈને ભાગી ગઈ હતી. આ ચોંકાવનારો મામલો દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારનો છે.

જ્યાં પીડિત પરિવાર તેમના બે પુત્ર-પુત્રવધૂ અને પૌત્રો સાથે રહે છે. તેનો ચાંદની ચોક વિસ્તારમાં સોના અને હીરાના દાગીનાનો ધંધો છે. પરંતુ પુત્રવધૂ જેને તે ઘરની લક્ષ્મી માનતા તે આવી શરમજનક ઘટનાને અંજામ આપશે તેવું તેઓએ વિચાર્યું પણ નહોતું. પરિવારજનોએ પોલીસ કેસ નોંધાવીને આખી વાત જણાવી હતી. પરિજનોનો આરોપ છે કે મહિલા ઘરમાંથી 2 કરોડ રૂપિયાના દાગીના અને 1.5 લાખ રૂપિયાની રોકડ લઈને ભાગી ગઈ છે. પતિની ફરિયાદના આધારે પોલીસે લક્ષ્મીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

એવો પણ આરોપ છે કે મહિલાના કોલેજ ફ્રેન્ડ સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આરોપ છે કે પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળીને સાસુ-સસરાના રૂમમાં ગુપ્ત રીતે કેમેરા લગાવી દીધા હતા. બાદમાં વીડિયો તૈયાર કરવામાં આવ્યા. જ્યારે વીડિયોનો મામલો સામે આવ્યો ત્યારે આરોપી મહિલા ઘરમાંથી એક કરોડના દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ. આ મામલે લક્ષ્મીનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પીડિત પરિવાર લક્ષ્મીનગર વિસ્તારમાં રહે છે અને

ચાંદની ચોક વિસ્તારમાં સોના-હીરાના દાગીનાનો વ્યવસાય કરે છે. પરિવારમાં માતા-પિતા, પત્ની, એક ભાઈ ઉપરાંત બે બાળકો છે. પીડિત અને તેનો ભાઈ પરિણીત છે. ભાઈ તેના પરિવાર સાથે બીજા મકાનમાં રહે છે, જ્યારે પીડિત માતા-પિતા સાથે તે ઘરમાં રહે છે જ્યાં વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ફરિયાદીના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. પરંતુ તેની પત્ની સાથેના સંબંધો ખરાબ ચાલી રહ્યા હતા. બંને એક જ ઘરમાં રહેતા પરંતુ અલગ-અલગ રૂમમાં સુતા હતા. 5 સપ્ટેમ્બરે પીડિતે તેની પત્નીના મોબાઈલમાં તેના મિત્રનો ગંદો મેસેજ જોયો હતો. આ પછી તેણે મોબાઈલમાંના બાકીના મેસેજ વાંચ્યા,

જેના પરથી તેને ખબર પડી કે પત્નીને તેના મિત્ર સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. પીડિત યુવકે પત્નીના મિત્ર સાથે ફોન પર વાત કરી અને તેને મળવા બોલાવ્યો, ત્યારબાદ તેણે પીડિતની પત્ની એટલે કે તેની ગર્લફ્રેન્ડને ફોન કર્યો અને તમામ માહિતી આપી. આ પછી પત્ની ઘરમાં હાજર દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી.આ દરમિયાન ફરાર થઈ ગયેલી પત્નીએ ફોન કર્યો અને ધમકી આપી કે, જો તું મામલો પૂરો નહીં કરે તો તારા માતા-પિતાના બેડરૂમનો વીડિયો વાયરલ કરી દઈશ. મારી પાસે અશ્લીલ વિડીયો છે.” જે બાદ ઘરમાં શોધખોળ કર્યા બાદ જાણવા મળ્યું કે ફરિયાદીના માતા-પિતાના બેડરૂમમાં કેમેરો અને રેકોર્ડર હતા.

ayurved

Not allowed