ઠંડીની અસર શરૂ થવાની સાથે જ ઘણી સમસ્યાઓ પણ શરૂ થઇ જાય છે જેમ કે ચહેરો ફાટી જવો, ચામડી રુસ્ક થઇ જવી, માથાની અંદર ખોડો થવો વગેરે વગેરે.. અને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કેટલી પ્રકારની રાસાયણિક દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે જે તરત તો ફાયદો આપે છે પરંતુ લાંબાગાળે નુકશાન પણ કરે છે.
આજે અમે તમને માથાની અંદર થતો ખોડો જેને આપણે ડેન્ડ્રફ કહીએ છીએ એ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો બતાવવાના છીએ.
કુંવરપાટુ (એલોવીરા):
એલોવીરા પણ વાળ માટે ખુબજ ફાયદાકારક છે તેની અંદર એન્ટી ફંગસ તત્વો રહેલા છે જે તમારા માથામાં આવતી ખંજવાળને દૂર કરે છે. એલોવીરાની પેસ્ટ બનાવી તેને વાળ ઉપર લગાવી 30 મિનિટ સુધી રહેવા દેવી અને ત્યારબાદ વાળને પાણી અથવા શેમ્પુથી ધોઈ નાખવા જેનાથી માથાનો ખોડો દૂર થશે.
લીમડો:
લીમડો શરીર માટે ખુબ જ ગુણકારી છે તો વાળ માટે પણ તે ફાયદાકારક છે. અડધો કપ લીમડાના રસ, બીટનો રસ, નારિયેળની પેસ્ટની અંદર એક ચમચી નારિયેળ તેલ ઉમેરી તેની પેસ્ટ બનાવી માથામાં લગાવવી. 20 મિનિટ બાદ તેને શેમ્પુથી ધોઈ નાખવું. આ ઉપાય કરવાથી તમે ખોડાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
મેથી:
મેથી દ્વારા પણ વાળમાં ખોડાની સમસ્યાને દૂર કરી શકો છો. મેથીને રાત્રે પલાળી સવારે એ પલાળેલી મેથીને વાટીતેની અંદર થોડું એપલ વિનેગર ઉમેરી એક પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ તેને વાળ ઉપર લગાવી 30 મિનિટ સુધી રહેવા દો અને ત્યાર બાદ શેમ્પુથી ધોઈ લો. જેનાથી ડેન્ડ્રફ આવતો જ અટકી જશે.
દહીં:
દહીંનો આપણે ખાવામાં તો ભરપૂર ઉપયોગ કરીએ છીએ પરંતુ તે વાળમાં પણ ઘણું જ ઉપયોગી છે. દહીંને થોડા સમય સુધી વાળની અંદર લગાવી રાખવાથી માથાનો ખોડો દૂર થાય છે. જો તમે તેની અંદર થોડું તેલ નાખીને લગાવો છો તો પણ તે વધુ સારો ફાયદો આપી શકે છે.
લીંબુનો રસ:
લીંબુનો રસ પણ વાળના ખોડા માટે સૌથી સારો ઉપાય બની શકે છે પરંતુ જો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો. સરસવના તેલ અથવા નારિયેળ તેલની અંદર એક લીંબુ નીચોવી તેને હલકા હાથે વાળ ઉપર લગાવી દેવું ત્યારબાદ તેને થોડા સમય સુધી ખુલ્લું રહેવા દઈ હળવા ગરમ પાણીથી ધોઈ લેવું. અઠવાડિયામાં 2 વખત આ રીતે ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મળે છે.