જીવનને સરળ બનાવવા માંગો છો તો દાદીમાના આ 11 નુસ્ખાઓ વાપરો અને પછી જુઓ તેના ફાયદાઓ

ઘરની નાની નાની વસ્તુ ખુબ મોટા પ્રમાણમાં કામમાં આવતી હોય છે. આજ કાલ બીમારીઓ એટલી હદ સુધી વધી ગઈ છે કે સામાન્ય પણ તાવ આવતો હોય તો પણ સીધા ડોક્ટર પાસે પહોંચી જતા હોઈએ છીએ. એવામાં જ આપણી દાદીમા હતી કે જે ઘરમાં જ ઉપસ્થિત વસ્તુઓથી જ બધું ઠીક કરી શકતી હતી. તે માત્ર નાની-મોટી બીમારીઓ જ નહી પણ મોટી સમસ્યાઓનું પણ સોલ્યુશન લાવી શકતી હતી. દુનિયા કેટલી પણ આગળ નીકળી જાય દાદીમાના તે નુસ્ખાઓનો તો કોઈ જ જવાબ નહિ, તે આજે પણ તેટલા જ કારગર છે. અમે અહી દાદીમાના અમુક એવા નુસ્ખા લાવ્યા છીએ જે તમને ખુબજ ફાયદેમંદ સાબિત થશે.

1. શર્ટનું બટન તુટવાથી બચાવો: જો તમે તમારા શર્ટના બટન વારંવાર તૂટી જવાથી પરેશાન છો તો તેની પાછળ લાગેલા દોરા પર હલ્કા રંગની નેઈલ પોલીશ લગાવી દો. બટન મજબૂત બની જશે અને તૂટશે પણ નહિ.

2. ગુલાબોનું વધારો આયુષ્ય: જો તમે છોડથી તૂટેલા ગુલાબનું આયુષ્ય વધારવા માંગતા હોવ તો તેને પાણીમાં Aspirin ભેળવીને આપો. તે લાંબા સમય સુધી ખીલેલું અને ફ્રેશ રહેશે.

3. બળી ગયેલું વાસણને આવી રીતે કરો સાફ: જો તમારું વાસણ રસોઈ બનાવતી વખતે બળી ગયું હોય તો તેમાં એક ચમચી મીઠું અને પાણી મિલાવીને 15-20 દિવસ સુધી ઉકાળો. વાસણ સાફ થઇ જશે.

4. મીઠાની મદદથી હટાવો ડાઘ: જો તમારા કપડા પર કોઈ ચીકાશવાળા ડાઘ લાગી ગયા છે તો તરત જ તેના પર મીઠું નાખીને થોડા સમય સુધી મૂકી દો. મીઠું મોટા ભાગે આ ચીકાશને ખત્મ કરી નાખે છે. અને ધોયા બાદ ડાઘ સાફ થઇ જશે.

5. જીન્સની દુર્ગંધ મિટાવો: જો તમને લાંબા સમય સુધી એકજ જીન્સ પહેરવાની આદત છે તો આ ટ્રીક તમારા માટે જ છે. જીન્સને લાંબા સમય સુધી પહેરી રાખવાથી તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેને દુર કરવા માટે જીન્સને પોલીથીનમાં ભરીને એક દિવસ માટે ફ્રીજમાં મૂકી દો. દુર્ગંધ દુર થઇ જશે.

6. લેધરના જુના જૂતાને બનાવો બહેતરીન: જો તમારા લેધરના જૂતા ઘસાઈ ગયા છે તો તે જુના દેખાવા લાગે છે. તો તેના પર પાણી અને વિનેગરનો લેપ લગાવીને જૂતાના દાગ-ધબ્બા દુર થઇ જશે અને ચમકવા લાગશે.

7. સુકાયેલી નેઈલ પોલીશને બનાવો તાજી: જો તમારી નેઈલ પોલીશ સુકાઈ ગઈ છે તો તમે તેમાં થોડું નેઈલ પોલીશ રીમુવર મિલાવી દો. તે ફરીથી પહેલા જેવી થઇ જશે.

8. એગ્સ થશે પરફેક્ટ બોઈલ: જો તમે ઇચ્છતા હોવ કે ઇંડા સારી રીતે બફાઈ શકે તો બાફ્વાના સમયે થોડું મીઠું નાખો.

9. કીડાના ડંખનો ઈલાજ: જો તમને મકડી જેવા કોઈ કીડાએ ડંખ માર્યો છે તો તેના પર બટેટાને કાંપીને ટેપની મદદથી ચોંટાડી દો. બટેટા તેમાં થતી ખંજવાળ અને બળતરાને ઓછી કરી દેશે અને જલ્દીથી ઠીક કરી દેશે.

10. સાચી રીતે પેન પકડવાનું શીખવો: જો તમે કોઈ નાના બાળકોને સાચી રીતે પેન પકડવાનું શીખવવા માંગો છો તો પેનની ઈમેજમાં દર્શાવેલી રીતથી તેના હાથમાં રબ્બર બેન્ડની મદદથી પકડાવો. પેન તેની સાચી પોઝીશન પર ટકેલી રહેશે.

ખોરાક છોડવાની જરૂર નથી, આયુર્વેદિક ઉપાયોથી ઉતારો વધારાની ચરબી… વજન ઉતરશે ફટાફટ

ઘણાં વર્ષોથી આયુર્વેદના ડોક્ટર અને દર્દીઓને વજન ઘટાડવા માટે જડીબુટ્ટી આપતા આવ્યા છે. હકીકતમાં આપણા દેશમાં પ્રાચીનકાળથી અલગ અલગ પ્રકારના આયુર્વેદિક ઉપચારથી અલગ અલગ પ્રકારના રોગોને ઘરગથ્થું ઉપચારથી મટાડવામાં આવ્યા છે. આયુર્વેદિક ઉપચાર એ આપણા શરીર માટે એકદમ સરળ ચોક્કસ ફળ આપનાર સાબિત થયા છે. આયુર્વેદિક ઉપચાર એ કોઈ પણ રોગ માટે ફાયદાકારક છે.

જે પણ મિત્રો પોતાનું વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ એક બહુ સરળ અને સીધો રસ્તો છે. તમે આજસુધી ઘણીબધી વાર પ્રયત્ન કર્યો હશે, કેટલાય દિવસ ભૂખ્યા રહ્યા હશો, કેટલુંય ખાવાનું મન થતું હશે પણ મન મારતા આવ્યા હશો પણ આ ઉપચારમાં તમારે એવું કશું જ કરવાનું નથી. તમે કેટલું વજન ઘટાડવા માંગો છો તે વિચારીને રાખો. આયુર્વેદિકમાં બતાવેલા આ સિધ્ધાંતમાં તમને વજન ઘટાડવા માટેના સરળ રસ્તા બતાવીશું. તે એકદમ સરળ અને સચોટ છે તેનાથી ફાયદો ચોક્કસ મળે જ છે. વજન ઘટાડવાની સાથે સાથે તમને તમારા શરીરમાં એક સારી ઉર્જા સંચાર થતી જોવા મળશે માનસિક શાંતિ પણ તમે મેળવી શકશો.

સૌથી પહેલા તમારે આ થોડા સજેશન છે જે માનવા પડશે, આનાથી તમારા વજન પર ઘણો ફરક પડશે.

૧. સુવા માટેનો યોગ્ય સમય: તમારા વડીલો કે પછી દાદા દાદી પણ તમને આ સલાહ આપતા જ હશે કે રાત્રે વહેલા સુઈ જવું અને સવારમાં વહેલા ઉઠી જવું. આવું કરવું તમારા મગજ અને સ્વાસ્થ્ય માટે સારું રહેશે. રાત્રે સુવા માટેનો સૌથી સારો સમય છે ૧૦ વાગ્યાનો છે. અને જો ૧૦ વાગે પોસીબલ ના હોય તો ૧૧ વાગે તો સુઈ જ જવું જોઈએ. સવારે ઉઠવાનો સૌથી સારો સમય ૫ વાગ્યાનો છે વધુમાં વધુ લેટ તમે ૬ વાગે તો ઉઠી જ જવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે તમારે સૌથી પહેલા આ કામ તો કરવું જ જોઈએ.

૨. દિવસમાં ત્રણ ભોજન: એક દિવસમાં ત્રણ વાર ભોજન કરવું એ આદર્શ ગણાય છે. જ્યાં સુધી તમારા લોહીમાંથી સુગરનું પ્રમાણ ઓછું ના થાય. સવારનો સારો નાસ્તો, અદ્ભુત બપોરનું જમવાનું અને રાતનું હળવું ભોજન. આપણે બપોર દરમિયાન વધારે કામ કરવાનું હોય છે એટલા માટે આપણે બપોરે ભારે ભોજન કરવો જોઈએ. આ સિવાય સ્વાસ્થ અને પ્રાકૃતિક ડિટોકસીફેક્શન ના માટે, આપણું શરીર એ રાત્રે આરામ પર હોય છે માટે આપણે રાત્રે ઓછું અને જરૂરિયાત પુરતું જ ભોજન કરવું જોઈએ.

૩. પુરતું પાણી પીવું: જયારે પણ તમે જમવા બેસવાના હોવ તેની પહેલા કે પછી ભોજન કરી લીધા પછી તરત પાણી પીવું નહિ. તમારે આખો દિવસ થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ. તમે ઈચ્છો તો હુંફાળા પાણીનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરી શકો છો.

હવે આવો તમને જણાવી દઈએ વજન ઘટાડવા માટેના સરળ આયુર્વેદિક ઉપાય:

૧. લીંબુ અને મધ: રોજ સવારે ઉઠીને જયારે તમે બ્રશ કરો ત્યાર બાદ સૌથી પહેલા લીંબુ અને મધને હુંફાળા ગરમ પાણીમાં ઉમેરીને પીવું જોઈએ. આ એક શક્તિશાળી કોમ્બો છે આ ઉપાય કરવાથી ભૂખ ઓછી લાગે છે. આ ઉપાયથી તમારા સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારનું નુકશાન કર્યા વગર વજન ઘટાડે છે.

૨. મરી (કાળા મરી): જયારે તમે લીંબુ અને મધનો ઉપયોગ કરો છો તો તેમાં તમે જો થોડા મરીનો ભૂકો કરીને ઉમેરશો તો પણ તે તમારા માટે સારું રહેશે.

૩. કોબીજ: કોબીજ ખાવાથી પણ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. તમે કોબીજને કાચી ભાવે તો કાચી પણ ખાઈ શકો છો.

૪. પાચનશક્તિ માટે મદદરૂપ ખોરાક: આયુર્વેદ અનુસાર વજન વધવા પાછળનું કારણ યોગ્ય પાચન છે અને સાથે પાચન કરવાની ક્ષમતા ઓછી હોવાના લીધે છે. પાચન વધારવા વાળો ખોરાક એ વજન ઘટાડવા માટે મદદ કરે છે. આના માટે તમારે આદુ, પપૈયું, લસણ અને મરચું આવી વસ્તુઓનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ.

૫. ઉપવાસ: આયુર્વેદમાં જણાવ્યું છે કે આપણે એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઈએ. આનાથી આપણા શરીરની પાચનક્રિયા શક્તિશાળી બને છે.

team ayurved

Not allowed