હેર ફોલ રોકવો હોય અથવા તો વાળને શાઇની બનાવવા હોય, મીઠા લીમડાનો અલગ અલગ રીતે કરી શકો છો ઉપયોગ
મીઠો લીમડો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પણ આપણા વાળ માટે પણ ખૂબ જ કારગર છે, તે વાળને પોષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મીઠા લીમડાના સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા તમે સાંભળ્યા હશે. તેનો કરી કરી પત્તા અથવા તો કઢી પત્તા પણ કહે છે. જો તમે હજી પણ તેના ગુણધર્મો અને વાળના ફાયદાઓથી અજાણ છો, તો આજે અમે તમને જણાવીશું કે મીઠો લીમડો વાળની સુંદરતા વધારવામાં કેવી રીતે કારગર સાબિત થાય છે. વાળનો ગ્રોથ વધારવા ઉપરાંત, તેનો નિયમિત ઉપયોગ વાળને જાડા અને ચમકદાર પણ બનાવે છે.
વાળની ઘણી સમસ્યાઓમાં તમે એમિનો એસિડથી ભરપૂર મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. બદલાતા હવામાનની સાથે જેમ આપણને ગરમ કપડાંની જરૂર પડે છે તેમ આપણા વાળને વધારાની અને વિશેષ કાળજીની જરૂર હોય છે. જો આપણે બદલાતી ઋતુ સાથે પણ વાળની સંભાળ રાખવાની દિનચર્યામાં ફેરફાર ન કરીએ તો વાળમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે શિયાળામાં વાતાવરણમાં ભેજ ન હોવાને કારણે માથાની ચામડી શુષ્ક થઈ જાય છે. જેના કારણે ઈન્ફેક્શન અને ડેન્ડ્રફ જેવી સમસ્યા પણ થઈ શકે છે.
મીઠા લીમડામાં કુદરતી એન્ટિફંગલ ગુણ હોય છે, જે વાળમાં ડેન્ડ્રફ ઘટાડવામાં મદદ કરે છે. તે ખંજવાળ દૂર કરે છે. તેના તેલમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ખોપરી ઉપરની ચામડીના ચેપ સામે લડવામાં મદદ કરે છે. તે વાળના વિકાસમાં મદદ કરે છે. તે વાળને અંદરથી પોષણ આપે છે અને તેને ચમકદાર બનાવે છે એટલે કે શાઇની બનાવે છે. તે એક મહાન કુદરતી ઘટક છે જે વાળને રિપેર કરે છે અને તેને કોઈપણ નુકસાનથી બચાવે છે. ચાલો જાણીએ મીઠા લીમડાની કેટલીક ખાસ ટિપ્સ જે તમારા વાળની દરેક સમસ્યા માટે ફાયદાકારક છે.
ડેન્ડ્રફ માટે કરી લીફ હેર માસ્ક : કરી લીફ હેર માસ્ક બનાવવા માટે તમારે જરૂર પડશે 15-20 મીઠા લીમડાના પાન, પાણી અને 2 ચમચી દહીં.માસ્ક બનાવવાની રીત: સૌપ્રથમ એક બાઉલમાં 15-20 મીઠા લીમડાના પત્તા લો અને તેમાં થોડું પાણી ઉમેરો. તેને સારી રીતે પીસી લો અને આ મિશ્રણમાં 2 ચમચી દહીં ઉમેરો. બધાને સારી રીતે મિક્સ કરી અને પછી માસ્કને વાળમાં લગાવો. માસ્ક લગાવ્યાની 30 મિનિટ પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો.જાડા અને મજબૂત વાળ માટે મીઠા લીમડાના પાંદડાનું તેલ : આના માટે પડશે 1 કપ મીઠા લીમડાના પત્તા, 1 ચમચી મેથી, અડધુ લીંબુ, 2 ચમચી નાળિયેર તેલ અને ½ કપ દહીં.
તેલ તૈયાર કરવા માટે : એક મિક્સર જાર લો અને તેમાં પત્તા ઉમેરો. તેમાં મેથી અને અડધુ લીંબુ પણ ઉમેરો. સ્મૂધ પેસ્ટ બનાવવા માટે તમામ ઘટકોને સારી રીતે મિક્સ કરો. પછી આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને તેમાં દહીં ઉમેરો. તેમાં 2 ચમચી નારિયેળ તેલ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. એકવાર માસ્ક તૈયાર થઈ જાય, તેને તમારા વાળ પર 30-40 મિનિટ માટે લગાવો.વાળની તંદુરસ્તી જાળવવા માટે કરી પાંદડા વાળનો સ્પ્રે : આના માટે તમારે જરૂર પડશે 1 કપ મીઠા લીમડાના પાન અને એક ગ્લાસ પાણી.
આ રીતે તૈયાર કરો: મુઠ્ઠીભર તાજા મીઠા લીમડાના પાંદડાને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાંદડા નરમ ન થાય. પછી આ મિશ્રણને ઠંડુ કરી ગાળી લો. શેમ્પૂ કર્યા પછી આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. તેને એપ્લાય કરવા માટે સ્પ્રે બોટલનો ઉપયોગ કરો. તેને થોડીવાર માટે રહેવા દો અને પછી છોડી દો.