ઉડતા ડ્રોનને સમજ્યુ પક્ષી, પકડવા માટે મગરે લગાવી છલાંગ તો થઇ ગયુ પોપટ- જુઓ વીડિયો
વાઇલ્ડ લાઇફ ઘણા લોકોને એટલી પસંદ હોય છે કે ખૂંખાર જાનવરોના નજીક જવાથી પણ તેઓને ડર લાગતો નથી. તે તો બસ પોતાનો શોખ અને પેશન પૂરુ કરવા માગે છે. દુનિયામાં ઘણા એવા જાણિતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે, જે ખતરાથી રમી આપણા સુધી જંગલની દુનિયાની એક ખૂબસુરત તસવીર પહોંચાડે છે.પરંતુ આ જુસ્સાને કારણે ક્યારેક માણસો છેતરાય છે તો ક્યારેક પ્રાણીઓ પણ છેતરાય છે, આવું જ હાલ એક વાયરલ વીડિયોમાં સામે આવ્યુ છે.
જ્યારે પણ મગર તેના શિકારને જુએ છે, તે તરત જ હુમલો કરે છે. પરંતુ ક્યારેક તેને પાછા રસ્તે પણ વળવું પડતુ હોય છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક મગર પાણીની ઉપર ઉડતા ડ્રોન પર એવો ભયાનક ત્રાટકે છે કે જોનારા જોતા જ રહી ગયા. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિય જોતા એવું લાગી રહ્યુ હતુ કે, કેટલાક નદી પર ડ્રોન ચલાવીને વન્યજીવોનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ત્યાં જ્યારે નદીમાં હાજર એક મગરની નજર ડ્રોન પર પડી તો તેણે તેને પક્ષી સમજ્યુ અને શિકાર કરવા માટે કૂદકો માર્યો, પંરતુ ત્યારે જ ડ્રોનને ઉંચુ કરી લેવામાં આવ્યું. મગરના હાથમાં ન તો ડ્રોન આવ્યું, અને ના તો તે શિકાર કરી શક્યો. પરંતુ આ મગરનો કૂદકો જોવા જેવો હતો. જ્યારે તેણે કૂદકો માર્યો ત્યારે એવું લાગતું હતું કે તે કોઈ મગર નથી પણ નદી કે દરિયામાં ડૂબકી મારતી મોટી માછલી છે. એટલું જ નહીં, તે મગરનું લગભગ આખું શરીર હવામાં હતું.
Impressive pic.twitter.com/AfBG40jXkV
— Tansu YEĞEN (@TansuYegen) November 4, 2022
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ડ્રોન મગરના જડબામાં ઘુસી ગયું હોત તો ડ્રોન તૂટી ગયું હોત અને મગરના જડબાને ઈજા થઈ હોત. તેથી જ સારું થયું કે મગર તે ડ્રોન સુધી ન પહોંચી શક્યો. આ વીડિયોને 11 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સાથે ઘણા લોકો ફની રિએક્શન પણ આપી રહ્યા છે.