સવારે ઉઠતા જ પીવો ધાણાના બીજનું પાણી, ખીલની સમસ્યા થશે દૂર, જાણો અન્ય ફાયદા

ધાણા પાઉડર મોટાભાગની રસોઈમાં ઉપીયોગમાં લેવામાં આવે છે. જે ભારતીય રસોડાની એક ખાસ વસ્તુ છે. લીલા ધાણા પણ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે અને રસોઈનો સ્વાદ પણ વધારે છે. લીલા ધાણા રસોઈમાં ગાર્નિશિંગ માટે પણ ઉપીયોગમાં લેવામાં આવે છે. જો કે ધાણાનું પાણી પીવાના પણ અઢળક ફાયદાઓ છે જે અમે તમને જણાવીશું. આયુર્વેદના આધારે ધાણાનું પાણી શરીરને અનેક લાભ આપે છે આવો તો તમને જણાવીએ કે કેવી રીતે તૈયાર કરવું ધાણાનું પાણી

 

ધાણાનું પાણી તૈયાર કરવાની રીત:

ધાણાનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી આખા ધાણાના બીજને લઇ સારી રીતે પાણીથી ધોઈ લો. જેના પછી એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે ઉઠીને સૌથી પહેલા પાણીને ગાળીને પી લો. યાદ રાખો કે જો તમે ખાલી પેટે તેનું સેવન કરશો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. પાણીને ગાળ્યા પછી ધાણાના બીજને ફેંકવાને બદલે તેને તડકામાં સુકવી પાઉડર બનાવી અને તેનો ઉપીયોગ રસોઈમાં શાક કે અન્ય વાનગી બનાવવા માટે કરી શકો છો.

 

 

ધાણાનું પાણી પીવાના અઢળક ફાયદા:

જો તમે પણ ખરતા વાળથી ચિંતિત છો તો ધાણાનું પાણી તમારા માટે એકદમ બેસ્ટ ઉપાય છે.તૂટતાં, ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે ધાણાનું પાણી પીવાનું ચાલુ કરી દો. ધાણાના બીજમાં વિટામિન-સી, કે અને એ ભરપૂર માત્રામાં મળી આવે છે જે વાળને ઘાટા, કાળા અને મજબૂત બનાવે છે.  ચેહરા પર ખીલ,ફોલ્લીઓ ધાણાનું પાણી પીવાથી દૂર થાય છે. તેમાં રહેલા એન્ટીફન્ગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુલ ત્વચાને કોમળ, ચમકદાર અને ડાઘવિહીન બનાવે છે. ધાણાનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

 

ધાણાના પાણીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરે છે. જે શરીરમાં બીમારીનું જોખમ ઓછું કરે છે. ધાણાનું પાણી પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.ધાણાના પાણીમાં રહેલા તત્વો પાચનક્રિયા ઝડપી અને સ્વસ્થ બનાવે છે જેને લીધે પેટને લગતી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. ધાણાનું પાણી શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. ધાણાનું પાણી પીવાથી શરીરમાંથી વિષયુક્ત અને નકામા તત્વો બહાર નીકળી જાય છે, જે શરીરમાં ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે.

urupatel.fb

Not allowed