તાંબાના વાસણમાં રાખેલ પાણીના ફાયદા સાથે છે ઘણા નુકસાન પણ, જાણો

તાંબાના વાસણમાં ખાવાનું અને પાણી પીવાની પરંપરા ભારતમાં સદીઓથી ચાલી આવે છે. સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પણ તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તાંબાના વાસણમાં રાખેલા પીણાનું સેવન તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

તાંબાના વાસણમાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે આપણા દેશની પ્રાચીન પરંપરાનો પણ એક ભાગ છે અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો પણ એક ભાગ છે. ઘણી વખત તાંબાના વાસણમાં ખોટી રીતે અને સમય પર પાણી પીવાથી પણ નુકસાન થાય છે. આવી સ્થિતિમાં તમારે તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા અને નુકસાન બંને વિશે જાણવું જોઈએ. તાંબાના વાસણોની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું કારણ કે તાંબાના વાસણમાં કોપર લેયર જામી જવાનો ભય રહે છે.

તાંબાના વાસણમાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે આપણા દેશની પ્રાચીન પરંપરાનો પણ એક ભાગ છે અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો પણ એક ભાગ છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી ઘણી બીમારીઓથી છુટકારો મળે છે. જે દૂષિત પાણી પીવાથી થાય છે. ઉદાહરણ તરીકે લૂઝ મોશન, પેટમાં દુખાવો વગેરે. તાંબાનું પાણી પીવાથી શરીરમાં કોપરની ઉણપ નથી થતી. તમારે તાંબાથી ભરપૂર પાણી કયા સમયે ન પીવું જોઈએ આ પાણીના શું ફાયદા છે અને તેને પીવાની રીત શું છે આ બધી મહત્વપૂર્ણ વાતો જાણવી ખુબ જરૂરી છે.

જમ્યા પછી તાંબાના વાસણમાં રાખેલ પાણીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા પાચન પર ખરાબ અસર પડી શકે છે. પાચનક્રિયા ધીમી પડી શકે છે અથવા પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. સવારે ઉઠીને પેશાબ કર્યા પછી અને મોં ધોયા પછી સૌથી પહેલા તાંબાના વાસણમાં આખી રાત રાખેલ પાણી પીવાથી ફાયદા થાય છે.

તાંબાના વાસણમાં રાખેલા પાણીનો લાભ મેળવવા માટે આ પાણીને તાંબાના વાસણમાં 12થી 48 કલાક સુધી રાખો અને પછી સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જો તમે દિવસભર તાંબાના વાસણમાં પાણી પીવું હોય તો તેમાં કોઈ નુકસાન નથી પરંતુ આ પાણી તાજું ભરવું જોઈએ. રાતભર રાખેલ નહીં કારણ કે રાત્રે રાખેલ પાણી માત્ર સવારે ખાલી પેટ જ પી શકો છો.

તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ જ્યારે તમે આ પાણીને વધારે માત્રામાં અથવા ખોટી રીતે લાંબા સમય સુધી સેવન કરો છો તો શરીરમાં કોપરની માત્રા વધી જવાથી નુકસાન થાય છે. જ્યારે આવું થાય ત્યારે તમને ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઝાડા જેવી સમસ્યા થઇ શકે છે.

team ayurved

Not allowed