પ્રાચીન કાળથી જ ધાતુના વાસણોમાં ખાવું-પીવું ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. આ ધાતુઓમાંથી એક તાંબુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે જોયું જ હશે કે પ્રાચીન સમયથી લોકો તાંબાના વાસણમાં પાણી પીતા આવ્યા છે. તે એક શુદ્ધ ધાતુ છે જે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. ઘણા સ્વાસ્થ્ય લાભો હોવા છતાં લોકો તેના કેટલાક ગેરફાયદા વિશે જાણતા નથી.
તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તાંબાના વાસણમાં આખી રાત રાખી પાણી પીવાની ભલામણ કરે છે. તાંબાના વાસણનું પાણી તમારા પેટ અને ગળાને લગતા રોગોને મટાડવામાં ઘણી હદ સુધી મદદ કરે છે.
સવારે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીવાથી લાભ થાય છે. આ પાણી પીવાથી શરીરના ઘણા રોગો દવા વિના જ દૂર થાય છે. આ ઉપરાંત પાણી પીવાથી શરીરમાં રહેલું ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. રાત્રે તાંબાના વાસણમાં સંગ્રહિત કરેલા પાણીને તામ્રાજળના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તાબાંના વાસણમાં 7 થી 8 કલાક સુધી પાણી રાખવામાં આવે અને તે પાણી પીવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી છે.
જે લોકોને કફની સમસ્યા વારંવાર રહેતી હોય તો તેવા લોકોએ તાંબાના વાસણમાં રહેલા પાણીમાં તુલસીના પાન નાંખીને પીવુ જોઇએ. આ નુસખો કદાચ ઘણા લોકો જાણતા પણ હશે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી આ ફાયદો પણ થાય છે.
આયુર્વેદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પણ વધારે માત્રામાં પાણી પીવે છે તેની ઉંમર વધવાથી સાથે શરીર પર કરચલીઓ પડતી નથી. તાંબામાં રહેલા પાણી પીવાથી ડેડ સ્કીન પણ દૂર થાય છે અને ચહેરો હંમેશા ચમકતો રહે છે. ઘણા ખરા લોકો સ્વાસ્થ ત્વચા માટે અલગ-અલગ સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરતા હોય છે.
સ્વસ્થ ત્વચા માટે રાત્રે તાંબાના વાસણમાં રાખેલુ પાણી દરરોજ સવારે પીવું જોઈએ . એમ નિયમિત રીતે તાંબાનું પાણી પીવાથી ચામડી પર ગ્લો આવશે.નાની ઉંમરમાં વધતું વજન એ આજકાલની જનરેશન માટે એક સામાન્ય સમસ્યા બાબત થઇ ગઈ છે. જો કોઇ વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માંગતો હોય તો તેણે એક્સર્સાઇઝની સાથે તાંબાનું પાણી પીવુ જોઇએ. જેથી કરીને શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરશે અને સાથે સાથે શારીરિ નબળાઈ પણ નહિ આવે .
આજકાલ વધતી જતી થાઇરોઇડની સમસ્યાનું એક ગંભીર વિષય છે. શરીરમાં થાઇરેક્સીન હોર્મોનના અસંતુલનના કારણે થાઇરોઇડની બીમારી થતી હોય છે. એના મુખ્ય લક્ષ્ણોમાનું એક વધારે થાકનો અનુભવો, ઝડપથી વજન ઘટવું કે વધવુ વગેરે છે. તાંબાના વાસણ માં રાખેલા પાણી પીવાથી શરીરમાં થાઇરેક્સીન હોર્મોન્સનું બેલેન્સ જળવાય રહે છે અને થાઇરોઇડગ્રંથોની કાર્યપ્રણાલીને નિયંત્રિતમાં રાખે છે. જેથી કરીને તાંબાનું પાણી પીવાથી આ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે.
શરીરમાં રહેતો તણાવના કારણે ધણીવાર હૃદય સંબંધિત બીમારીઓ પણ જોવા મળતી હોય છે. જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને અને રાત્રે તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીઓ તો શરીરમાં રક્તનો સંચાર સારી રીતે થાય છે અને હૃદય સંબંધિત બીમારીઓ થતી અટકે છે અને હૃદય મજબૂત બને છે.
લોહીની ઉણપ અત્યારે 30થી વધારે ઉંમરની ભારતીય મહિલાઓની ખાસ કરી કરીને જોવા મળતી સમસ્યા છે. તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવાથી શરીરમાં જરૂર પડતા આવશ્યક પોષત તત્વોને સંગ્રહ કરી રાખે છે અને તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે.
તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો નષ્ટ થાય છે. અને પાણી સ્વચ્છ થાય છે. તેનાથી ડાયરિયા, કમળો, જેવા અન્ય રોગોના કીટાણુનો પણ નાશ થાય છે અને આપણા શરીરને અંદર થી સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. ઉંમર વધવાની સાથે સંધિવાનો તેમજ સાંધાનો દુખાવો થવો સામાન્ય બાબત છે. તેને દૂર કરવા માટે તાંબાના વાસણનું પાણી ઉત્તમ માનવામાં આવે છે. આ પાણી પીવાથી શરીરમાં વધારે પ્રમાણમાં રહેતું યુરિક એસિડને પણ ઓછું કરે છે.
આયુર્વેદ મુજબ જો તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલો નકામો કચરો બહાર કાઢવામાં મદદ મળે છે અને એક વાર જો આ શરીરની ગંદકી દૂર થઇ જાય તો પેટ સંબંધિત સમસ્યામાં પણ રાહત મળે છે જેના લીધે પાચન સંબંધિત ફરિયાદો પણ ઓછી થાય છે. પેટમાં રહેતા ગેસને તકલીફ પણ ઓછી થાય છે. તાંબાના વાસણનું પાણી પીવાથી વાળની વૃદ્ધિ અને જાડાઈ બંને માં વધારો થાય છે. તે વાળને વધારવામાં મદદ કરે છે તેમજ ખોપરી ઉપરની ચામડીમાં લોહીના પ્રવાહને ઉત્તેજિત કરીને વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે.