સ્વાસ્થ્યને સારું રાખવામાં માટે પીવો છો તાંબાના વાસણમાં પાણી ? તો ફાયદાની જગ્યાએ થઇ શકે છે નુકશાન, જાણો કેવી રીતે ?

જો તમે પણ તાંબાના વાસણમાં પાણી પિતા હોય તો આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો, નહિ તો થશે મોટું નુકશાન, જાણી લો કારણ

આજકાલ લોકો પોતાના સ્વાથ્યને લઈને ખુબ જ ચિંતિત હોય છે, સ્વાસ્થ્યને સારું રાખવા માટે લોકો જિમમાં જતા હોય છે, યોગા પણ કરતા હોય છે, પરંતુ તે છતાં શરીરમાં કોઈને કોઈ બીમારી ગમે તેમ કરીને પ્રવેશી જ જાય છે. ઘણા લોકો માને છે કે તાંમ્બાના વાસણમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણા વૃદ્ધ દાદા દાદી પણ આપણને સલાહ આપતા હતા કે માટીના વાસણમાં કે પછી તાંમ્બાના વાસણમાં રકહેલું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તાંમ્બાના વાસણમાં પાણી પીવાના કે તાંબાના વાસણમાં જમવાનું બનાવવાના ઘણા ફાયદાઓ પણ છે, તેનાથી શરીરમાં પોષક તત્વો મળે છે. જેનાથી ચહેરા અને પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થતી હોય છે અને તેનાથી સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા સાથે સાથે તેના નુકશાન પણ છે, તેનાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે ?

આ બીમારીમાં ના પીવું તાંબાના વાસણમાં પાણી:
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ઝાડા, ઉલટી, માથાનો દુખાવો, બળતરા ઉબકા, ગેસ,  અથવા રક્તસ્રાવ જેવી કોઈ ગંભીર સમસ્યાથી પીડિત હોય, તો તેણે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાનું ટાળવું જોઈએ. તેનાથી તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

દિવસમાં આટલું જ પાણી પીવું તાંબાના વાસણમાં:
વિદેશના કેટલાક આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિને આખા દિવસમાં તાંબાના વાસણમાં 2 થી 3 ગ્લાસ પાણી પીવું જોઈએ. જો તમે આનાથી વધારે પાણી પીશો તો સમસ્યા થઈ શકે છે. તેનાથી શરીરમાં કોપરનું પ્રમાણ વધવાથી ઉબકા, ઉલ્ટી, ઝાડા, ગેસ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. જો લોકો મહિનાઓ અને વર્ષો સુધી તાંબાના વાસણમાં પાણી પીવે છે તો તેમના લીવરને પણ નુકસાન થઈ શકે છે, જેના કારણે વ્યક્તિના મોતનું જોખમ રહેલું છે.

તાંબાનું પાણી કેવી રીતે પીવું?
તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે. આ માટે તાંબાની બોટલ, જગ અથવા લોટા લો. તેને પાણીથી ભરીને આખી રાત રાખો.પછી સવારે ઉઠીને ખાલી પેટે આ પાણી પીવો. ધ્યાન રાખો કે સૂર્યના કિરણો આ બોટલ પર ન પડવા જોઈએ અને તેને ઠંડી જગ્યાએ રાખો. જો તમે તેને આખી રાત રાખી શકતા નથી, તો દિવસ દરમિયાન તાંબાના વાસણમાં પાણી ભરીને 8 થી 9 કલાક સુધી રાખો. આ પાણી તમે દિવસના ભોજન પહેલા પણ પી શકો છો. આ રીતે આ પાણી તમને નુકસાન નહીં પહોંચાડે. તાંબાના વાસણમાં રાખેલ પાણી વધુ પડતું પીવાથી સમસ્યા થઈ શકે છે, તો આ વાતનું ધ્યાન રાખો.

Team Akhand Ayurved

Not allowed