જો તમારે જુના કુલરમાં પણ જોઈતી હોય AC જેવી ઠંડી હવા, તો કરો આ ત્રણ કામ ઘરને બનાવી દેશે શિમલા જેવું ઠંડુ

ભારતમાં તપ તપતી ગરમી શરુ થઇ ગઈ છે. ભારતમાં ઘણા એવા રાજ્યો છે જ્યાં તાપમાન 42 ડિગ્રી કરતા વધારે થઇ ગયું છે. લોકો ઘરે કુલર અને AC લગાવી દીધા છે. કેટલાક લોકો ACનો ઉપયોગ કરી રહ્યા છે તો વધારે પડતા લોકો કુલર જ ખરીદતા હોય છે તેમજ કેટલાક લોકો જુના કુલરથી પણ કામ ચલાવી લેતા હોય છે.

જો તમારી પાસે પણ જૂનું કુલર છે અને ઠંડી હવા નથી આપી રહ્યું તો કેટલાક એવા નુસખા છે જેના લીધે તમારું જૂનું કુલર પણ AC જેવું હવા આપશે. આ ત્રણ ટિપ્સથી તમારું કામ સરળ થઇ જશે અને તમને નવું કુલર ખરીદવાની જરૂર પણ નહિ પડે.

કડકડતી ગરમીના આ દિવસોમાં બાફથી બચવા માટે કેટલાક લોકો ઘરમાં AC તો કેટલાક લોકો કુલરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તમારું જૂનું કુલર તમને AC જેવી જ ઠંડી હવાનો અહેસાસ નથી કરાવી રહ્યો અને તેના કારણે તમે પણ ઘરમાં કુલરની સામે બેસ્યા પછી પણ પરસેવાથી રેબઝેબ થઇ જતા હોવ છો.

લોકો અવાર નવાર એવી ભૂલ કરી બેસતા હોય છે કે જ્યાં તડકો હોય છે ત્યાંજ લોકો કુલરને મૂકી દેતા હોય છે. તેના લીધે ઠંડી હવા નથી મળી શકતી. કુલરને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો તડકો ના પડી રહ્યો હોય. જો ઘરમાં બધી જગ્યાએ તડકો આવતો હોય છે તો એવી વ્યવસ્થા કરો કે જેના લીધે કુલર પર સીધો તડકો ના પડે.

કુલર નવું હોય કે જૂનું તેને હંમેશા ખુલ્લી જગ્યા પર રાખો. સામાન્ય ભાષામાં કહીએ તો કુલ્લા ભાગ વાળા એરિયામાં કુલર ઠંડી હવા આપશે. તેના માટે કુલરને બારી પર ફિક્સ કરી દો કે જાળી વાળો દરવાજાની પાસે જ રાખો.

જો તમે કુલરને એવી જગ્યાએ રાખ્યું છે જ્યાં વેન્ટિલેશન નથી તો કુલર ઠંડી નહિ પરંતુ બાફ આપે છે. કુલરને પર્યાપ્ત વેન્ટિલેશનની જરૂર હોય છે. કુલર ઠંડુ ત્યારે જ કરશે જયારે હવા રોમમાંથી બહાર નીકળશે.

team ayurved

Not allowed