શું તમારા વાળ પણ વારંવાર પણ કોઈ સામાન્ય કારણથી ખરે છે ? તો અપનાવો આ ઉપાય અને અટકાવો ખરતા વાળને

આ સામાન્ય કારણોથી ખરે છે તમારા વાળ, કારણો જાણી ખરતા વાળને અટકાવો

વાળનો સીધો સંબંધ આપણી ખુબસુરતી અને સ્ટાઈલથી હોય છે. એટલા માટે જ ખરતા વાળ આપણને પસંદ નથી. ઓછા વાળને કારણે જુવાન માણસ પણ ઘરડું દેખાય છે. એક સર્વે અનુસાર પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા મહિલાઓની તુલનામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

મહિલાઓમાં પણ વાળનું ખરવું અને પાતળું થવું એવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. વાળ ખરવાની સમસ્યાના કારણો અલગ અલગ હોય શકે છે.

તો શું હંમેશા ખરતા વાળને જોઈને પરેશાન થવું જોઈએ?

ખરતા વાળને જોઈ ઘણા લોકોને એ વાતનો ડર લાગતો હોય છે કે એને કારણે ધીરે ધીરે કોઈ ટકલા ન થઇ જાય. પણ દરવખતે ખરતા વાળ જોઈને તમારે પરેશાન થવાની જરૂર નથી.

અમેરિકન હેયરલોસ એસોશિયને જણાવ્યા મુજબ સામાન્ય વાળ વધવાના ચક્ર મુજબ દરરોજ 100 વાળ તૂટે છે. જો એનાથી વધુ વાળ ઝડપી રીતે ખરવા લાગે તો આ પરેશાનની વાત છે.

હેયરલોસ પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે.ચાલો એવા જ સામાન્ય કારણો વિશે આજે તમને જણાવીએ.

કોઈક વખત ખોટી હેયરસ્ટાઈલ રાખવાને કારણે વાળ ખરવા લાગે છે. ઘણા લોકો રબર બેન્ડને ખુબ ટાઈટ રીતે વાળમાં બાંધે છે અથવાતો ખુબ ઉપરથી ચોટી કે પોનીટેલ બનાવે છે તેને કારણે વાળ ખરવા લાગે છે. એ સિવાય ડાઇ, બ્લીચ, સ્ટ્રેટનર્સ કે પરમેનેન્ટ વેવ સોલ્યુશનનો ઉપયોગ કરે છે જેને કારણે વાળ ખરી શકે છે. એમાં રહેલ કેમિકલ વાળને ખુબ નુકશાન પહોંચાડે છે. એને કારણે હેયરલોસ પરમેનેન્ટ સમસ્યા બની જાય છે.

મહિલાઓમાં બર્થ કંટ્રોલ પીલ્સ, પ્રેગ્નેન્સી, બાળકનો જન્મ, મેનોપોઝને કારણે હોર્મોનમાં ઘણા બદલવા આવતા હોય છે જેને કારણે વાળ તૂટી શકે છે.

ઘણી વખત બીમારીને કારણે કોઈ દવાઓનો હેવી ડોઝ લઇ લેવાને કારણે વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. વિટામિન એ ની માત્રા જો શરીરમાં વધી જાય તો પણ હેયરલોસ થઇ શકે છે.

ઘણી વખત ડાયટિંગને કારણે અથવાતો ખાવામાં પોષકતત્વોની ખામીને કારણે વાળ ખરતા હોય છે. પ્રોટીન, વિટામિન અને મિનરલ્સની ખામી એના માટે જવાબદાર હોય છે.

ઘણી વખત બોડી કે મેન્ટલ સ્ટ્રેસને કારણે પણ વાળ ખરવાની સમસ્યા ઉદભવી શકે છે. સ્ટ્રેસ દરમિયાન હોર્મોન્સની સંતુલિતતા બગડે છે અને માથાની ત્વચા આરામ સ્થિતિમાં ચાલી જાય છે. સ્ટ્રેસ ઓછો થતા હોર્મોન્સ ફરી નોર્મલ બની જશે અને વાળ ખરતા અટકી જશે.

તમાકુ વાળા પદાર્થોનું સેવન કરવાથી હેયરફોલની સમસ્યા થઇ શકે છે. તમાકુના સેવન બાદ વાળ મૂળમાંથી ખરવા લાગે છે. અને એ જગ્યા પર નવા વાળ બની શકતા નથી. તમાકુના રેગ્યુલર સેવનથી ધીરે ધીરે નવા વાળ બનવાની પ્રક્રિયા અટકી જાય છે.

વાળમાં વધુ પ્રમાણમાં કોઈ શેમ્પુ, કલર કે પછી ડ્રાયર કે સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી વાળ રુખા-સૂકા થઇ જાય છે એન તેની પ્રાકૃતિક ચમક ખોઈ નાખે છે. નિરંતર આવી વસ્તુઓનો પ્રયોગ ચાલુ રાખવાથી હેયરફોલની સમસ્યા ઉદ્ભવે છે.

સામાન્ય રીતે મહિલાઓ કરતા પુરુષોના વાળ વધુ ખરે છે. વાળ ખારવાને કારણે પુરુષો પુરા ટકલા પણ બની શકે છે.મહોલાઓના વધુ પડતા આગળથી અને કાં પાસેથી વાળ ખરી જતા હોય છે.

Team Akhand Ayurved

Not allowed