કફ અને શરદીમાં ઘરમાં રહેલી આ 5 વસ્તુઓ આપશે તમે જબરદસ્ત રાહત, ડોક્ટર પાસે પણ જવાની નહીં રહે જરૂર

દેશભરમાં શિયાળાનું જોર વધવા લાગ્યું છે, ઠંડીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે ત્યારે આ મોસમમાં લોકો બીમાર પણ વધુ પડતા હોય છે. ખાસ કરીને લોકોને શરદી ઝુકામની સમસ્યા વધારે સતાવતી હોય છે. ત્યારે ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે દવાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આયુર્વેદમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેના દ્વારા તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.  તો ચાલો જાણીએ તમારા ઘરમાં જ પડેલી આ વસ્તુઓ દ્વારા તમે કેવી રીતે દૂર કરી શકશો શરદી ઝુકામ…

1. અળસી અને મેથીના દાણા:
અળસી અને મેથીના દાણાનો પણ શરદીમાં કારગર ઉપયોગ છે. અળસી અને મેથીના દાણાને પાણીમાં ઉકાળી લેવા. પાણી થોડું ઠંડુ થાય પછી આ પાણીને નાકમાં ટીપાની જેમ નાખો. 2-3 ટીપાં નાખો અને સૂઈ જાઓ, આ પ્રયોગથી તમને શરદીમાં રાહત મળવા લાગશે.

2. હર્બલ ચા:
શિયાળમાં ચા પીવી એ ખુબ જ ગુણકારી છે પરંતુ તેમાં પણ હર્બલ ચા તમને ખુબ જ ફાયદો આપશે. શિયાળામાં તમે ઘરમાં હાજર મસાલામાંથી હર્બલ ચા બનાવીને પી શકો છો. તજ, સૂકું આદુ, લીંબુ, આદુ અને મધ મિક્સ કરીને ચા બનાવો. અડધો કપ ચા પીવાથી ઠંડીમાં રાહત મળવા લાગશે.

3. તુલસી:
તુલસીમાં એન્ટિ-બાયોટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરદી અને ફ્લૂને મટાડવાનું કામ કરે છે. તુલસીમાં લવિંગ, આદુ અને મધ મિક્સ કરીને ઉકાળો બનાવી શકાય છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ વધારશે અને શરદી અને જુકામમાં રાહત આપશે.

4. હળદર વાળું દૂધ:
શરદી અને ઝુકામ થયા હોય ત્યારે હળદર ભેળવીને ગરમ દૂધ પીવાથી ફાયદો થાય છે. હળદરનું દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી અને ઝુકામ ને મટાડવાનું કામ કરે છે.

5. સરસવનું તેલ:
સરસવના તેલનો પણ ઠંડીમાં સારો એવો ઉપયોગ થઇ શકે છે કારણ કે સરસવના તેલની તાસીર ગરમ છે, તેથી તે શરદી દૂર કરવાનું કામ કરે છે. સરસવના તેલને હળવું ગરમ ​​કરો, સૂતી વખતે નાકમાં સરસવના તેલના ટીપા નાખો, શરદી-ઝુકામની સમસ્યા દૂર થઈ જશે.

Team Akhand Ayurved

Not allowed