શનિ દોષ, મેલી વિદ્યા કે આર્થિક તંગીથી બચવા માટે માત્ર એક નારિયેળ છે ખુબ ફાયદેમંદ, આવી રીતે કરો પૂજા વિધિ

ભારત વિશિષ્ટ સંસ્કૃતિ અને ધાર્મિક વૃત્તિ ધરાવતો દેશ છે. હિન્દૂ ધર્મમાં પુજા-પાઠનું વિશિષ્ટ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવામાં પૂજા પાઠના સમયે નારિયેળ કે શ્રીફળ ચોક્કસ રાખવામાં આવે છે. શ્રીફળ દરેક ફળોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે માટે જ તેને પૂજા પાઠમાં શામિલ કરવામાં આવે છે. નારિયેળ વગર પૂજા-પાઠ કે અન્ય શુભ કામ અધૂરા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના આધારે પણ ગ્રહ દોષ અને બાધાઓ દૂર કરવા માટે નારિયેળને ખુબ પ્રભાવી માનવામાં આવ્યું છે, નારિયેળના અમુક ટોટકા એવા પણ છે જેનાથી તમે જીવનની અનેક સમસ્યાઓનું નિવારણ લાવી શકશો.

 

જો તમે નોકરી કે વ્યાપારમાં સફળતા મેળવવા માંગો છો તો તમારા ઘરના આંગણામાં નારિયેળનું ઝાડ વાવો.તેનાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે જેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે અને જલ્દી જ તમને તમારા કામમાં સફળતા મળશે. ધ્યાન રાખો કે નારિયેળનું ઝાડ ઘરના દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવાનું રહેશે.

 

જો તમારા જીવનમાં વારંવાર કોઈ સમસ્યાઓ નડતર થઇ રહી છે કે પછી તમારો સમય સારો નથી ચાલી રહ્યો તો એક પાણીવાળું નારિયેળ લઈને પોતાના માથા પરથી 21 વાર ફેરવીને કોઈ મંદિરના હવનકુંડમાં જઈને સળગાવી દો.ધ્યાન રાખો કે આ ઉપાય દરેક મંગળવાર અને શનિવારે કરવાનું રહેશે. નારિયેળની સાથે તમારી સમસ્યાઓ પણ અગ્નિમાં બળીને ભસ્મ થઇ જશે.

 

ખરાબ નજર ઉતારવા માટે મંગળવારના દિવસે સવા મીટર લાલ કપડામાં એક નારિયેળ બાંધીને તમારા ઉપરથી 7 વાર ઉતારીને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરી દો, જેનાથી તમને ખરાબ નજર કે મેલી વિદ્યાથી છુટકારો મળશે.

 

શનિદોષથી ગ્રસિત લોકોને જીવનમાં શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ નડી શકે છે એવામાં શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે 7 પાણીવાળા નારિયેળ શનિદેવ મંદિરમાં અર્પણ કરીને પછીના દિવસે કોઈ નદીમાં પ્રવાહિત કરી દો,જેનાથી કુંડળીમાંથી શનિદેવનો દોષ દૂર થઇ જશે અને સાથે જ પૈસાને લગતી સમસ્યાઓ પણ દૂર થઇ જશે.

 

લાખ કોશિશ કરવા છતાં પણ કારોબાર કે વેપારમાં નુકસાન થઇ રહ્યું છે તો ગુરુવારના દિવસે પીળા કપડામાં એક નારિયેળને બાંધીને તેના પર સવા પાવ ચણા અને મીઠાઈ રાખીને વિષ્ણુ ભગવાનને અર્પણ કરો. જેનાથી જલ્દી જ તમારા કારોબારમાં સુધારો આવશે.

 

જીવનમાં પૈસાની તંગી દૂર કરવા માટે શુક્રવારે લાલ કપડા પહેરીને માં લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં લક્ષ્મીજીને નારિયેળ ચોક્કસ અર્પણ કરો.પછીના દિવસે નારિયેળ લાલ કપડામાં વીંટીને ઘરમાં એવી જગ્યાએ મુકો કે જ્યા કોઈ અન્ય બહારના વ્યક્તિની નજર ન પડે. જેનાથી તમારા ઘરમાં મા લક્ષ્મીની કૃપા વસરસશે અને પૈસાની તંગી દૂર થશે.

 

urupatel.fb

Not allowed