સુરતમાં માતા જમવાનું બનાવતી હતી અને બે વર્ષનું બાળક રમતા રમતા પહેલા માળેથી પટકાયુ, માતાનું હૈયાફાટ રૂદન

ઓમ શાંતિ કેજો, બિચારો 2 વર્ષનો બાળક મૃત્યુ પામ્યો, જુઓ તસવીરો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. તો ઘણીવાર એવી ઘટનાઓ પણ સર્જાતી હોય છે જેમાં કેટલાય લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલ એક ઘટના સુરતથી આવી છે જે વાલીઓ માટે પણ ચવેતવની રૂપ બની છે.સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી મહાદેવ સોસાયટીમાં એક દોઢ વર્ષનું બાળક રમતા રમતા જ પહેલા માળેથી નીચે પટકાયું હતું.

આ સમયે તેની માતા રસોઈ બનાવી હતી અને એ દરમિયાન બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પડી ગયું હતું. બાળક નીચે પડતા જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.બાળક નીચે પડતા જ તેના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના બાદ આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું.  જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ આક્રદ છવાયો હતો.

બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના જબલપુરનો રહેવાસી છે. તેના પિતા શંકર લોઘી લુમ્સ ખાતાની અંદર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગત રોજ તેમની પત્ની રજનીદેવી ઘરમાં રસોઈ કરી રહી હતી ત્યારે જ તેમનો દોઢ વર્ષનો દીકરો મયંક તેમના પહેલા માળે આવેલા ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો ત્યારે જ તે રમતા રમતા નીચે પટકાયો હતો.

ayurved

Not allowed