ચીકુ સવાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ચીકુમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, વી સી, વગેરે પોષક તત્વો જોવા મળે છે. જો દૂધ સાથે લેવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. ચીકુ ખાવાથી શરીરમાં કોઈ પણ બીમારીઓ જલ્દી આવતી નથી…
આવો જાણીએ ચીકુના ફાયદા :-
૧. ગર્ભવતી મહિલાઓ માટે પોષક તત્ત્વોનો સારો વિકલ્પ છે.
૨. ચીકુમાં વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. અને આ આંખોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે ૩. આ હૃદયને લગતા રોગોથી પણ બચાવે છે.
૪. આયર્નથી ભરપૂર ચીકુ શરીરમાં લોહીની કમી દૂર કરે છે અને લોહી વધારે છે. ૫. ચીકુથી ગ્લુકોજ મળે છે જે શરીરને તરત જ ઉર્જા આપવાનું કામ કરે છે. જે લોકો રોજ એક્સરસાઈજ કરે છે તેમને ઉર્જાની ખુબજ જરૂર હોય છે તેથી આ લોકોએ ચીકુ રોજ ખાવા જોઈએ.
૬. ચીકુમાં વિટામિન એ અને બીનું ભરપૂર પ્રમાણ હોય છે. જે કેન્સરથી બચાવે છે. આમ એંટીઓક્સીડેંટ, ફાયબર અને અન્ય બીજા પોષક તત્ત્વો જોવા મળે છે જે કેન્સરના સેલને વધતા રોકે છે.
૭. ચીકુમાં રહેલું કેલ્શિયમ હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. ૮.આ મગજને શાંત રાખવામાં મદદ કરે છે અને તણાવને પણ ઓછું કરે છે.