મિત્રો આ વર્ષે ૨૦૨૨ માં ભારતમાંથી ઓસ્કારમાં પ્રવેશેલી ગુજરાતી ફિલ્મ ‘છેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો)ના બાળ કલાકાર રાહુલ કોલીનું ખુબ જ ગંભીર બીમારીને લીધે નિધન થયું છે. બાળ કલાકારની ઉમર ફક્ત 10 વર્ષ હતી. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયા રોગથી તેમનું નિધન થઈ ગયું હતું.
જામનગર નજીકના તેમના વતન હાપા ખાતે તેમના પરિવારે સોમવારે પ્રાર્થનાસભા યોજી હતી. રાહુલના પિતા રામુ ઓટોરિક્ષા ચલાવે છે. ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ તેમના નિધનથી દરેક વ્યક્તિ દુખી છે. આ એક્ટરના પિતા રામુ કોલીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, તે ખૂબ જ ખુશ હતો અને મને કહેતો કે, 14 ઓક્ટોબર બાદ આપણી જિંદગી બદલાઈ જશે. પરંતુ તે પહેલા જ તે અમને છોડીને જતો રહ્યો. 14 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે.
દોસ્તો જ્યારે ગુજરાતી ભાષાની આ કમિંગ ઓફ ઍજ ડ્રામા ફિલ્મ શુક્રવાર (14 ઓક્ટોબર) ના રોજસમગ્ર ભારતના થિયેટરમાં રિલીઝ થવાની હતી ત્યારે પ્રેક્ષકો હવે તેને ગુરુવારે રાત્રે એટલે કે એક દિવસ અગાઉથી જોઈ શકશે.એટલું જ નહીં. 95મા એકેડેમી એવૉર્ડ માટે તેની પસંદગીને ધ્યાનમાં રાખીને, લાસ્ટ ફિલ્મ શો હવે 95 સિનેમાઘરોમાં રૂ.95 ની ટિકિટ ના ભાવ સાથે રજુ કરાશે. ફિલ્મ નિર્માતા નલિને કહ્યું છે કે, બાળ કલાકાર રાહુલના અવસાનથી ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આઘાતમાં સરી ગયા છે. અમે આ કઠીન સમયમાં તેના પરિવારની સાથે છીએ. અમે તેને બચાવી શક્યા નથી.
અભિએન્તાના પપ્પાએ ભારે હ્યદયે મીડિયાને જણાવ્યું હતુ કે, ‘રવિવારે તેણે નાસ્તો કર્યો અને પછી સખત તાવ આવ્યા પછી રાહુલને 3 વખત લોહીની ઉલટીઓ થઇ હતી. આ રીતે મેં મારું બાળક ગુમાવી દીધું. પરંતુ અમારો પરિવાર તેની અંતિમ શુદ્ધિકરણ વિધિ કર્યા પછી 14 ઓક્ટોબરના રોજ તેની ફિલ્મ એકસાથે જોઇશું.’ વધુમાં કહ્યું હતું કે, 3 ભાઇ બહેનોમાં મારો દીકરો સૌથી મોટો હતો. અમે ગરીબ છીએ, પરંતુ તેનું સ્વપ્ન અમારા માટે બધુ જ હતું. તેની સારવાર માટે અમારે અમારી રિક્ષા વેચવી પડી. જ્યારે ફિલ્મ ક્રૂને ખબર પડી કે શું કર્યુ છે, ત્યારે તેઓએ અમને રિક્ષા પરત અપાવી દીધી.