આવું અદભુત ટેલિસ્કોપ તમે તમારી લાઈફમાં ક્યારેય નહિ જોયું હોય, જે ચોકલેટથી બનેલું છે, લાખો લોકો વીડિયો જોઈને વ્યક્તિની કરવા લાગ્યા પ્રસંશા, જુઓ

આ શેફે બનાવ્યું ચોકલેટમાંથી ટેલિસ્કોપ, બનાવવાની રીત જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

દુનિયાભરમાં ઘણા બધા એવા એવા લોકો છે જે તેમની કારીગરી દ્વારા લોકોના દિલ પણ જીતી લેતા હોય છે, ઘણા લોકો એવા એવા કામ કરે છે અને એવી એવી વસ્તુઓ બનાવી દેતા હોય છે કે આપણે પણ તેને જોઈને હેરાન પરેશાન રહી જઈએ. વળી આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાની આવી કરીગરીને શેર પણ કરતા હોય છે જેના કારણે તેનો વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે. હાલ પણ એવો જ એક વીડિયો સામે આવ્યો છે તેને સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.

દુનિયામાં એક શેફ એવો પણ છે જે ચોકલેટ દ્વારા ઘણી બધી વસ્તુઓ બનાવે છે. એ ચોકલેટ દ્વારા એવી એવી વસ્તુઓ બનાવે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર તે ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુઓ બનાવતો હોય ચેહ તો ઘણીવાર પ્રાણીઓને પણ ચોકલેટથી બનાવતો હોય છે, ત્યારે હાલ આ શેફે ચોકલેટ દ્વારા એક ટેલિસ્કોપ બનાવ્યું છે જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા તે ઓગાળેલી ચોકલેટ લે છે અને પછી તેને ફ્રીઝ કરે છે. તેઓ ફ્રોઝન ચોકલેટને વિવિધ આકાર આપવાનું શરૂ કરે છે. પહેલા તેઓ ટેલિસ્કોપનું સ્ટેન્ડ બનાવે છે અને પછી ટેલિસ્કોપ પર કામ શરૂ કરે છે. જ્યારે ટેલિસ્કોપ જેવી આર્ટવર્ક તૈયાર થાય છે, ત્યારે તેઓ તેને સ્પ્રે વડે રંગ કરે છે. એટલું જ નહીં ટેલિસ્કોપમાં કાચ પણ લગાવવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amaury Guichon (@amauryguichon)


આ ટેલિસ્કોપની ખાસ વાત એ છે કે તે બાકીના ટેલિસ્કોપમાં જે રીતે દેખાય છે તે જ રીતે દેખાય છે. તમને જણાવી દઈએ કે સ્વિસ-ફ્રેન્ચ પેસ્ટ્રી શેફ અમોરી ગુઇચોન ચોકલેટમાંથી અનોખી આર્ટવર્ક બનાવવા માટે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત છે. ક્યારેક તેઓ ઘોડા, ક્યારેક શાર્ક અને ક્યારેક મોટા જેસીબી મશીન જેવી વસ્તુઓ બનાવે છે. હાલમાં તેમના દ્વારા બનાવેલ એક ટેલિસ્કોપ વાયરલ થઈ રહ્યું છે.

Team Akhand Ayurved

Not allowed