અનેક બીમારીઓને દૂર કરનારું છે આ એકમાત્ર શક્તિશાળી ફળ,ડાયાબિટીસની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ, જાણો અન્ય ફાયદાઓ

આપણી આસપાસ એવા ઘણા એવા છોડ છે, જે દેખાવમાં ખુબ જ સુંદર લાગે છે. મોટાભાગે આપણને એવું જ લાગે છે કે આ છોડ માત્ર સાજ સજાવટ માટે જ ઉપીયોગમાં લેવા આવે છે પણ એવા ઘણા છોડ છે જે ઘરની સાજ સજાવટ વધારવાની સાથે સાથે ઔષધીય ઉપીયોગ માટે પણ ખુબ મદદરૂપ છે. તેમાં રહેલા ખાસ પોષક તત્વો ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. અમે વાત કરી રહ્યા છીએ કાંટાળી વનસ્પતિ થોરની.થોર ખાસ કરીને રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે અને તે તેવી જગ્યાએ જ ઉગી નીકળે છે જ્યાં પાણીની કમી હોય. આ જ કારણ છે કે તે મોટાભાગે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઈન્ડસ્ટિઝમાં વધુ માત્રામાં મળી આવે છે. થોરની ઘણી પ્રજાતિઓ છે પણ અમુક પ્રજાતિઓ એવી છે કે જેની ખેતી કરવામાં આવે છે. થોર ઓછા પાણીની માત્રામાં પણ લીલું છમ રહે છે. થોરમાં ઉગતા ફળ કે જેને થોરના ફીંડવા કહેવામાં આવે છે, જે લાલ રંગના હોય છે અને અનેક ગુણોથી ભરપૂર છે. થોરના ફિંડવા શરીરમાંથી અનેક રોગોને નાબૂદ કરવાની તાકાત ધરાવે છે. આવો તો જાણીએ થોરના ફીંડવાના ફાયદા વિશે.

1. વજન ઘટાડવામાં મદદરૂપ:
ફિંડવામાં મોટાભાગે ફાયબર મળી આવે છે જે શરીરમાં ચરબીનું અવશોષણ કરવાનું કામ કરે છે જેથી વજન વધવામાં મદદ મળી શકે છે. ફીંડવાને તમે રોજના ભોજનમાં પણ શામિલ કરી શકો છો, અથવા તો તેને સલાડના રૂપે પણ ખાઈ શકાય છે.ફીંડવાને ખાવા માટે તેના ઉપરના કાંટાને હટાવી, છાલને દૂર કરી ખાઈ શકાય છે.

2. કેન્સરથી કરે છે બચાવ:
રિસર્ચમાં સામે આવ્યું છે કે થોરના ફીંડવામાં એન્ટી કેન્સર ગુણ રહેલા હોય છે, જે કેન્સર સેલ્સનું લેવલ વધતા અટકાવે છે અને તેને ખતમ કરવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે. ફીંડવામાં રહેલું વિટામિન સી ઇમ્યુન પાવર વધારવામાં અને બીમારીઓથી બચાવવમાં સહાયક બની શકે છે.

3. ડાયાબિટીસને કરે નિયંત્રિત:  
થોરના ફીંડવાના એક વિશેષ પ્રકાર નોપલમાં કાર્બોહાઇડ્રેટની પ્રક્રિયાને તેજ કરવાનો પ્રભાવ રહેલો હોય છે. જેને લીધે તે ખાદ્ય પદાર્થોને મળનારા કાર્બોહાઈડ્રેટને પચાવીને લોહીમાં શુગરની માત્રાને વધવાથી રોકે છે.તેમાં રહેલા ફાઇબર્સ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઇ શકે છે.ડાયાબિટીસના દર્દીઓ માટે ફીંડવા રામબાણ સાબિત થઇ શકે છે.

4. હૃદયના સ્વાસ્થ્ય માટે:
થોરમાં પ્રાકૃતિક સેલેનિયમ મળી આવે છે જે કેન્સર, હૃદય સંબંધી સમસ્યાઓ, વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.તેમાં રહેલું પોટેશિયમ રક્તચાપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા અને હૃદય રોગ સંબંધી બીમારીઓને દૂર કરવા થોરના ફીંડવા ઉપીયોગમાં લેવામાં આવે છે.

5. ત્વચા માટે ફાયદેમંદ:
અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવની સાથે સાથે થોરમાં ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા પણ મળી આવે છે, ફીંડવા વિટામિન એ નો ભરપૂર સ્ત્રોત છે જે ત્વચાના સ્વાથ્ય માટે ફાયદેમંદ છે. ફીંડવાના પલ્પને ચેહરા પર લગાવવાથી ખીલ, મસાની સમસ્યા દૂર થાય છે અને ત્વચા નિખરી ઉઠે છે.

urupatel.fb

Not allowed