
ઉનાળાની કાગજાળ ગરમીમાં લોકો પોતાના શરીરને ઠંડક આપવા ઘણું ખરું કરતા હોય છે. ગરમીમાં લોકો વધુ પડતું જ ઠંડુ પાણી પિતા હોય છે પણ તમને જણાવી દઈએ કે ઠંડુ પાણી શરીરના સ્વાસ્થ્યને ખુબ નુકસાન કરે છે. આયુર્વેદના આધારે તમને જણાવીએ કે ઠંડા પાણીના બદલે છાશ પીવી ખુબ સારી માનવામાં આવે છે. છાશ શરીરને ઠંડક આપવાની સાથે સાથે શરીરને પણ બેમિસાલ ફાયદાઓ આપે છે. એવામાં જો ભોજનની સાથે છાશનું સેવન કરવામાં આવે તો તે ઉત્તમ ગુણકારી માનવામાં આવે છે. છાશ વિટામિન એ, બી, સી, ઈ અને કે નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે,છાશનું સેવન શરીરીના પોષકતત્વોની પુર્તિ કરે છે. છાશનું સેવન ભોજનની સાથે સાથે કે ભોજન કર્યા બાદ પણ કરી શકાય છે. એવો તો જાણીએ છાશ પીવાના ફાયદાઓ
1. એસિડિટીમાં રાહત: આજની બહારની ખાણી પીણીમાં મોટાભાગના લોકોને એસીડીટીની સમસ્યા રહે છે. એસિડિટીને લીધે સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને તેને લીધે શરીરમાં અન્ય દર્દ પણ પૈદા થાય છે. એવામાં જમ્યા પછી છાસનું સેવન એસિડિટીમાં તરત જ રાહત મળે છે અને તેનાથી પેટની અન્ય સમસ્યાઓ જેવી કે ગેસ, પેટની બળતરા વગેરે જેવી તકલીફો પણ દૂર થાય છે.
2. અલ્સરમાં રાહત: મસાલેદાર ભોજનથી પેટમાં બળતરા અને અલ્સરનું પ્રમાણ વધે છે. લાંબા ગાળે અલ્સરની બીમારી ખુબ મોટું જોખમ પૈદા કરી શકે છે. એવામાં છાશ પીવાથી પેટની બળતરા શાંત થાય છે. છાશ દૂધથી બનેલી પ્રોડક્ટ છે માટે તે શરીરને પૂરતી માત્રામાં પ્રોટીન પણ પ્રદાન કરે છે.
3. કેન્સર અને હાઈ કોલેસ્ટ્રોલથી બચાવ: છાશમાં બાયોએક્ટીવ પ્રોટીન હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નીચે લાવવામાં મદદ કરે છે. જે હૃદય સાથે જોડાયેલી બીમારીઓથી બચાવે છે અને રક્તનો પ્રવાહ નિયંત્રિત કરે છે. જે કેન્સરના ખતરાને પણ ઓછું કરે છે કેમ કે છાશમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકાર્સીનોજેનિક તત્વ રહેલા હોય છે.
4. વજન ઘટાડવાની સાથે હાડકાની મજબૂતી માટે ફાયદેમંદ: નિયમિત છાશના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. છાશમાં કેલેરી અને ફેટની માત્રા ખુબ ઓછી હોય છે જે ફેટ બર્ન કરવાનું કામ કરે છે. છાશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાની મજબૂતી વધારે છે, તેનું નિયમિત સેવન ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારીથી બચાવે છે.
આયુર્વેદના આધારે વજન ઘટાડવા માટે વજ્રાસન પણ ખુબ ફાયદો આપે છે.વજ્રાસન એક એવું આસન છે જેનાથી તમે ગેસ, એસીડીટી ,અપચો વગરે જેવી સમસ્યાઓ દૂર થાય છે અને સાથે જ હૃદય સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થાય છે. આ આસન કરવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે. મોટાપાથી પરેશાન લોકોએ આ આસાન ચોક્કસ કરવું જોઈએ. જેનાથી માંસપેશીઓ અને હાડકા પણ મજબૂત બને છે.વજ્રાસન કરવાથી આંખોની રોશની વધે છે અને જે લોકો મોડા સુધી લેપટોપ, કોમ્યુટર વગેરે પર બેઠેલા રહે છે તેઓને જમ્યા બાદ વજ્રાસન કરવાની સલાહ આપવામાં આવે છે. વજ્રાસન કરવાનો બેસ્ટ સમય જમ્યા પછીનો છે.
વજ્રાસન કરવાની રીત: વજ્રાસન કરવા માટે જમીન પર બેસવાનું રહે છે, જેના પછી પગને ઘૂંટણ માંથી વાળીને એડીના આધાર પર બેસો. બંન્ને પગના અંગુઠાને એકબીજાની સાથે સ્પર્શ કરાવો, કમરને એકદમ સીસી રાખી અને હાથને સીધા ઘૂંટણ પર રાખો.શરૂઆતમાં આ યોગ પાંચ મિનિટ સુધી કરી જેના પછી ધીમે ધીમે સમય વધારતા જાઓ.આ આસન કરવાથી પેટ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.