આ બિઝનેસ શરૂ કરો, ઘરે બેઠા થશે લાખોની કમાણી, આ ધંધાની આવક જાણીને તમે આજે જ નોકરી છોડી દેશો

કોરોના કાળમાં ઘણા બધા લોકોની રોજગારી જતી રહી હતી તેવામાં ફરી વખત કામ મળવું ખુબ મુશ્કેલ બની ગયું છે. તેવામાં કામ નહિ મળવા પર લોકોને પૈસા કમાવાનું સૌથી મોટું સંકટ હતું. આ વચ્ચે જો તમારી વચ્ચે કોઈ નોકરી કે કોઈ કામ ના હોય તો એક નાનકડો બિઝનેસ શરુ કરીને ખુબ પૈસા કમાવી શકો છો. જો તમે પણ એમાંથી જ એક છો તો હેરાન થવાની જરૂર નથી કેમકે તમે ઓછા પૈસામાં પણ બિઝનેસ શરુ કરી શકો છો જેનાથી મોટી કમાણી કરી શકો છો. આ બિઝનેસ કૃષિ સંબંધિત છે.

આ બિઝનેસ માટે સરકાર તરફથી ટ્રેઇનિંગ આપવાની સાથે આર્થિક સહાયતા પણ આપશે. આ બિઝનેસ કરીને તમે મહિને ખુબ મોટી કમાણી કરી શકો છો. તમે તમારી નોકરી કરતા પણ વધુ કમાણી કરી શકો છો. કારણ કે આ પ્રોડક્ટની માંગ હાલમાં દેશ વિદેશમાં ખુબ વધી રહી છે. આ ઉપરાંત સરકાર પણ આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી મદદ કરશે. જેથી જો તમારી આર્થિક સ્થિતિ નબળી હશે તો પણ તમે આસાનીથી આ બિઝનેસ શરૂ કરી શકો છો. તો ચાલો જાણીએ આ ધંધા વિશે.

આ બિઝનેસ છે મધનો. મધની માગ દિવસેને દિવસે વધી રહી છે. તેનો ઉપયોગ દવાથી લઈને અનેક પ્રોડક્ટમાં કરવામાં આવે છે. આ બિઝનેસને મધમાખી ઉછેર કહેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા રાજ્યના ખેડૂતો ખેતી છોડીને મધમાખી ઉછેરમાં લાગી ગયા છે. હાલમાં તેઓ બહુ સારી કમાણી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસને સરકાર પણ સપોર્ટ કરે છે.

નોંધનિય છે કે, મધમાખી ઉછેર તેનું પ્રોસેસિંગ યૂનિટ સ્થાપીને સારી કમાણી કરી શકાય છે. આ વાત ખાસ યાદ રાખો કે મધમાખીના ઉછેરથી માત્ર મધ જ નથી મળતુ પરંતુ તેનાથી બીજી પણ ઘણી વસ્તુઓ મળે છે. જેમ કે બીજવેક્સ, રોયલ જેલી,પ્રોપોલિસ કે મધમાખી ગુંદર, પરાગ જેવી પ્રોડક્ટ મળે છે. ખાસ વાત એ છે કે આ તમામ ઉત્પાદનોની બજારમાં સારી એવી માગ છે.

આ વ્યવસાયને શરૂ કરવામાં કૃષિ અને કલ્યાણ મંત્રાલયે પાકના ઉત્પાદનમાં સુધારો કરવા મધમાખી ઉછેરનો વિકાસ (Development of Beekeeping for Improving Crop Productivity) નામથી એક કેન્દ્રીય યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ મધમાખી ઉછેરને વિકસિત કરવાનો, ઉત્પાદન વધારવાનો, પ્રશિક્ષણ કરવાનો અને લોકોમાં તેમના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. સરકાર તેના માટે 80થી 85 ટકા સુધીની સબસીડી પણ આપે છે.

હવે જો તમે 10 બોક્સ લઈને મધમાખીનો ઉછેર શરૂ કરો છો તો, જો 40 કિલો પ્રતિ બોક્સ મધ મળે તો કુલ 400 કિલો મધ એકઠુ થશે. આ મધને તમે 350 રૂપિયે કિલો વેંચશો તો 1.40 લાખ રૂપિયાની આવક થશે. હવે જો તમને પ્રતિ બોક્સ 3500 રૂપિયાનો ખર્ચ થશે તો કુલ ખર્ચનો આંકડો 35000 હજાર રૂપિયા થશે. આમ તમને 1,05,000 રૂપિયાનો ચોખ્ખો નફો થશે. હવે જેમ જેમ તમે બોક્સની સંખ્યા વધારતા જશો તેમ તેમ તમારો બિઝનેસ વધતો જશે અને તમારી આવક પણ વધતી જશે.

team ayurved

Not allowed