પોલિસ સાથે હાથાપાઇ કરતા બુલેટ રાની શિવાંગી ઝડપાઇ ગઈ, પોલીસે ઝીંકી દીધી એક કાનની નીચે, તમ્મર ચડી ગઈ પપ્પાની પરીને…

સોશિયલ મીડિયા પર ‘મિસ જાટની’ અને ‘બુલેટ રાની’ના નામથી પ્રખ્યાત શિવાંગી ડબાસની ગાઝિયાબાદ પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે શિવાંગી પોલીસકર્મીની સ્કૂટી સાથે અથડાઈ હતી. સાથે જ શિવાંગીએ કહ્યું છે કે તેણે પોલીસકર્મીની માફી માંગી છે, તેની માતાએ પણ તેના પગ સ્પર્શ કરીને માફી માંગી છે. શિવાંગીએ પોલીસ પર મારપીટનો આરોપ પણ લગાવ્યો છે. જો કે, યુપી પોલીસનો દાવો છે કે શિવાંગીએ પોલીસ પર હાથ ઉઠાવ્યો હતો. શિવાંગી ડબાસ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે.

શિવાંગી તેના મિત્ર સાથે ઘરે પરત આવી રહી હતી ત્યારે મહિલા પોલીસકર્મી જ્યોતિ શર્માની સ્કૂટી સાથે તેની ટક્કર થઇ હતી. શિવાંગીનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે મહિલા પોલીસકર્મી સાથે દલીલ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં શિવાંગી કહી રહી છે કે, ‘મેં એક વાર તારી માફી માંગી છે, છતાં તું મારા પર હાથ ઉઠાવી રહી છે.’ જ્યારે બંને વચ્ચે બોલાચાલી વધી હતી, જે બાદ મહિલા પોલીસકર્મી જ્યોતિએ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી.

આ પછી પોલીસકર્મીઓ શિવાંગીને તેના ઘરેથી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનની પોલીસે શિવાંગી વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. શિવાંગીએ કહ્યું, આ વિવાદ પછી મેં ઘણી વખત મહિલા પોલીસકર્મીની માફી માંગી હતી, મારી માતાએ પણ તેના પગને સ્પર્શ કરી માફી માંગી હતી. આ પછી પણ મહિલા પોલીસકર્મીએ મને માર માર્યો હતો. તેનો આરોપ છે કે જ્યારે તે પોલીસ સ્ટેશન જઈ રહી હતી ત્યારે તેનો ચહેરાને નોંચવામાં આવ્યો.

શિવાંગીએ કહ્યું કે અમે બંને રોંગ સાઈડમાં આવી રહ્યા હતા. શિવાંગીએ કહ્યું કે તેની અને મહિલા પોલીસકર્મીના વાહન વચ્ચે કોઈ ટક્કર થઈ નથી. આમ છતાં મહિલા પોલીસકર્મીએ તેના પર આક્ષેપો કર્યા હતા. આ બાબતે સીઓ સદર આકાશ પટેલે જણાવ્યું હતું કે, ‘ગઈ રાત્રે જ્યારે મહિલા પોલીસકર્મી જ્યોતિ શર્મા ડાયલ 100ની ડ્યુટી પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે શિવાંગી ડબાસે તેની સ્કૂટીને ટક્કર મારી હતી, ત્યારપછી શિવાંગીએ મહિલા પોલીસકર્મી પર હાથ ઉઠાવ્યો હતો.’

કહેવાય છે કે બાઇક પર સ્ટંટ કરવાને કારણે શિવાંગીને અત્યાર સુધીમાં હજારો રૂપિયાનું ચલણ આપવામાં આવ્યુ છે. ગાઝિયાબાદમાં રહેતી શિવાંગી ડબાસ બુલેટ રાની તરીકે પ્રખ્યાત છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર શિવાંગીના કેટલાય વીડિયો વાયરલ થયા છે જેમાં તે બુલેટ પર સ્ટંટ કરતી જોઈ શકાય છે. શિવાંગીના યુટ્યુબ પર પણ લાખો ફોલોઅર્સ છે.

ayurved

Not allowed