કઝીન ભાઈના પ્રેમમાં પાગલ થઇ બહેન, બિસ્તર ગરમ કરી મનાવ્યા રંગરેઈલય, વાંચો કઈ રીતે બે જણા આવી ગયા ખુબ નજીક

ઘણીવાર એવી એવી કહાનીઓ સામે આવતી રહે છે કે આપણે પણ સાંભળી હેરાન રહી જઇએ. ત્યારે હાલમાં એક કહાની એવી સામે આવી કે એક બહેન તેના પિતરાઇ ભાઇના પ્રેમમાં એવી પાગલ થઇ કે તેની સાથે વાત કરવા રોકવા પર તે મરવાની ધમકી આપવા લાગી. કહાની વિગતવાર જોઇએ તો, એક બહેન કહે છે કે- મારી બહેન પિતરાઈ ભાઈ સાથે પ્રેમમાં પડી ગઈ છે. મને લાગે છે કે મારા પિતરાઈ ભાઈ પણ આ સારી રીતે જાણે છે. મારા પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ મારા પરિવારના સભ્યો એટલે કે મારા કાકા, કાકી, મોટાપપ્પા કે જેઓ પહેલાથી જ અમને નફરત કરતા હતા તેઓ હવે તેનાથી પણ ખરાબ વર્તન કરવા લાગ્યા છે.

બીજી બાજુ, મારી બહેન પિતરાઈ ભાઈના પ્રેમમાં સંપૂર્ણપણે પાગલ છે. તેની સાથે વાત કર્યા વિના એક દિવસ પણ રહી શકતી નથી. જ્યારે વાત ન થાય ત્યારે તેની હાલત રડી રડીને ખરાબ થાય છે. તે આત્મહત્યા કરવાની ધમકી પણ આપે છે. જ્યારે હું મારા પિતરાઈ ભાઈને આ વિશે પૂછું છું, ત્યારે ઘરના બધા મારા પિતા, મારી અને મારી બહેનની મજાક ઉડાવે છે. મને લાગે છે કે, તે લોકો જાણી જોઈને મારી બહેન અને મારું જીવન બરબાદ કરવા માટે આ બધું કરી રહ્યા છે. તેથી જ મેં મારી બહેનને પ્રેમથી સમજાવવાની ઘણી વાર કોશિશ કરી પણ તે બિલકુલ સમજતી નથી.

ક્યારેક એવું લાગે છે કે તેના પર કોઈ દબાણ છે. પણ મેં તેને આ બાબતે ખાતરી પણ આપી કે ડરીશ નહીં..હું છું..જો કોઈ સમસ્યા હોય તો મને કહે. હું તને કંઈ થવા નહીં દઉં. પણ તેમ છતાં તે કંઈ કહેતી નથી. મને બિલકુલ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ ? ત્યારે આ વાત પર રિલેશનશિપ કોચ અને પ્રિડક્શન ફોર સક્સેસના સ્થાપક વિશાલ ભારદ્વાજ કહે છે કે હું સમજી શકું છું કે તમે જે રીતે આ સ્થિતિમાં પસાર થઈ રહ્યા છો, અને તમે તમારી બહેન માટે ખૂબ જ ચિંતિત છો.

જેમ તમે કહ્યું કે તમારા પિતાનું 2 વર્ષ પહેલા અવસાન થયું છે, તેથી શક્ય છે કે તમારી બહેન આ દુઃખમાંથી બહાર આવવા માટે પિતરાઈ ભાઈ પર નિર્ભર બની ગઈ હોય. તેની સાથે વાત કરવાથી બહેન સુરક્ષિત અનુભવતી હોય, જે તે તેના પિતા સાથે કરતી હતી. નજીકના વ્યક્તિને ગુમાવ્યા બાદ ઘણી વખત લોકો તેમની કમીને પૂરી કરવા આવું કરે છે. તમારા કહેવા પ્રમાણે, તમારી બહેન પિતરાઈ ભાઈ સાથે વાત કર્યા વિના રહી શકતી નથી, આત્મહત્યા કરવાની ધમકી પણ આપે છે, પરંતુ જ્યારે પણ તમે તમારા પિતરાઈ ભાઈ સાથે આ બધી બાબતો વિશે વાત કરવા માંગો છો,

ત્યારે તમારા પરિવારની મજાક ઉડાવવામાં આવે છે. આ બધી બાબતો પરથી સ્પષ્ટ છે કે તે વ્યક્તિ તમારી બહેનને પ્રેમ નથી કરતો અને માત્ર પોતાના હેતુ માટે તેનો ઉપયોગ કરી રહ્યો છે. તમે તમારી બહેનને સમજાવવાની કોશિશ કરી પણ તે સમજી શકતી નથી. તેની પાછળનું કારણ એ હોઈ શકે છે કે તેને લાગે છે કે તમે તેના પ્રેમને સમજી શકતા નથી અને તેની ખુશીમાં અવરોધ લાવવા માંગો છો. આવી સ્થિતિમાં, આ ગેરસમજને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી બહેન અને પિતરાઈ ભાઈ સાથે રૂબરૂ બેસીને આ બાબતને દૂર કરો. જેથી તમારી બહેનને સ્પષ્ટ થઈ જાય કે છોકરો તેને પ્રેમ નથી કરતો અને તે માત્ર તેનો એકતરફી પ્રેમ અથવા તો જૂનુન છે.

કેટલીક વસ્તુઓ એવી હોય છે જે એક છોકરી માત્ર બીજી છોકરી સાથે જ શેર કરી શકે છે. તેમને છોકરા સાથે શેર કરવામાં અસ્વસ્થતા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે તમારી બહેન કોઈ દબાણમાં આ બધું કરી રહી છે, તો તેની મિત્રની મદદ લો. તેને તમારી બહેન સાથે આ બધી બાબતો વિશે વાત કરવા માટે કહો, જેથી તે ખુલ્લેઆમ તેની સમસ્યાઓ શેર કરી શકે. તમારી બહેનને કાઉન્સેલિંગની જરૂર છે. જેથી તેના મનની વાત સારી રીતે સમજી શકાય. કારણ કે જો તમે તેને વારંવાર પૂછવા છતાં પણ તે કંઈ બોલતી નથી, તો તે કદાચ કોઈ પ્રકારની હેરાનગતિનો ભોગ બની શકે છે. આ સાથે તેની આત્મહત્યાની ધમકી ડિપ્રેશન હોઈ શકે છે. આવી સ્થિતિમાં, કાઉન્સેલિંગ તમારી બહેનને વસ્તુઓ પર સ્પષ્ટતા આપશે, તેણીનો આત્મવિશ્વાસ વધશે અને તે વધુ સારું જીવન જીવી શકશે.

ayurved

Not allowed