સુરતમાં મુસ્લિમ યુવતિનો હિંદુ યુવક સાથે હતો પ્રેમ સંબંધ, પરિવારને ખબર પડતા જ થયા એવા હાલ કે…જાણી ધ્રુજારી છૂટી જશે

રાજ્યભરમાં ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના નવસારીના અબ્રામા ગામમાં રહેતી મુસ્લિમ સહિસ્તા અને હિંદુ બ્રિજેશ પટેલ છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને આની જાણ યુવતિના પરિવારને થતા તેઓએ યુવતિની હત્યા કરી તેની લાશને દફન કરી દીધી હતી. આ ઘટનાની જાણ બ્રિજેશને થતા તેણે અરજી આપી આરોપીઓેને સજા થાય તેવી માગ કરી છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ, સહિસ્તા છેલ્લે 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી હતી અને પછી તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા હતા અને સહિસ્તાને શોધવા લાગ્યા હતા.જો કે, તેમણે આ સમયે બ્રિજેશને માર મારવાની ધમકી પણ આપી હતી. સહિસ્તા તેના ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી. સહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સહિસ્તાનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, ‘તું મને લઈ જા’.

જો કે, સહિસ્તાનો ફોન આવ્યા બાદ તેના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે તે સહિસ્તાને લઈ આવે અને પછી તલવાડા તળાવ પાસે તેમને સોંપી દે. બ્રિજેસે પણ એવું જ કર્યુ, બ્રિજેશે તલવાડા ચોકડી પાસે સહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિક નામના વ્યક્તિ દ્વારા સહિસ્તાને કારમાં બેસાડી દેવામાં આવી.તે બાદ તેના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને એવું કહેવામાં આવ્યુ કે પોલીસ ફરિયાદ નહીં કરે અને તે પછી તેને રવાના કરી દેવામાં આવ્યો.

જો કે, તેના બીજા દિવસે બ્રિજેશને જાણવા મળ્યું કે સહીસ્તાને માર મારી તેની હત્યા કરી દેવામાં આવી છે અને દફનવિધિ પણ કરી દેવાઇ છે. ત્યારે હવે બ્રિજેશ દ્વારા માગણી કરાઇ છે કે, સહિસ્તાની હત્યા જે લોકોએ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને પીએમ વગર યુવતીના મૃતદેહને દફન કરી દેવાયો છે એટલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવે.બ્રિજેશ દ્વારા પોલીસ અરજી કરાઇ છે અને તેમાં આરોપીઓના નામ પણ લખાવવામાં આવ્યા છે.

જેમાં અમુક આરોપીઓ કુખ્યાત આરોપી છે અને તેમાંનો એક આરોપી તો જુગારધામ ચલાવતો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સુરત રેન્જ ઓફિસે ન્યાયની માગણી કરવા માટે અરજી લઈને પહોંચેલા બ્રિજેશની એક જ માગણી છે કે સહિસ્તાની હત્યા કરનારાઓને સજા આપવામાં આવે અને આ ઉપરાંત બ્રિજેશને પણ પોતાનો જીવ જોખમમાં હોવાનો ડર છે. બ્રિજેશે અરજીમાં આરોપીઓના નામ લખ્યા છે તેમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમજાન સિંધી, સિદ્દીક શેખ અને સોએબ શેખ સામેલ છે.

ayurved

Not allowed