જુઓ દુલ્હન સોળ શણગાર સજીને એક્ટિવા લઈ રોડ પર કેવી ભાગી રહી હતી, વાયરલ થયો ભાગતી દુલ્હનનો વીડિયો

એક્ટિવા લઈને રોડ ઉપર ધડાધડ ભાગી હતી દુલ્હન, લોકોને પણ લગ્નના મંડપમાંથી ભાગવા માટે કર્યો અનુરોધ, જુઓ વીડિયો

હવે લગ્નની સીઝન બરાબર જમવાની છે, કારણે હવે લગ્નના મુહૂર્ત પણ નીકળી ગયા છે, ત્યારે લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળશે. ઇન્ટરનેટ પર વાયરલ થતા ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા માટે મજબુર બની જતા હોઈએ છીએ ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક ભાગતી દુલ્હનનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ નાના એવા વીડિયોની અંદર એક દુલ્હન એક્ટિવા લઈને ભાગતી જોવા મળી રહી છે. તેને લગ્નનો જોડો પહેર્યા છે અને જાણે મંડપમાંથી જ સીધી આવી હોય તેમ લાગી રહ્યું છે, તે સ્કૂટી ભગાવી રહી છે, સાથે જ વીડિયોમાં “શાદી બન ગઈ ઉંમર કેદ કી સજા ” ગીત પણ વાગી રહ્યું છે અને દુલ્હન પણ આ ગીત પર પોતાના લિપસિંગ આપી રહી છે.

આ વીડિયોની ઉપર જ કેપશનમાં લખવામાં આવ્યું છે “ભાગતી દુલ્હન”. આ વીડિયોને બ્રાઈડ લહેંગા ડિઝાઇન નામના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. આ સ્કૂટી ડ્રાઇવિંગ દુલ્હનની ઉતાવળ અને સ્ટાઇલથી ઘણા લોકો તેના ફેન બની ગયા છે. એક યુઝર કહે છે કે તમે ઘણા સમયથી મોડું કર્યું તો બીજો કહે છે કે દુલ્હનની હિંમત જુઓ.

વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન લગ્ન ટાળવાનો મોકો છે તેમ કહીને રોડ પર સ્કૂટી ચલાવી રહી છે. ગીતના શબ્દો અનુસાર, દુલ્હન કહે છે કે પોતાને લગ્નના બંધનમાંથી બહાર કાઢી શકાય છે. આ દુલ્હનના હાવભાવ કોઈપણ ફિલ્મની હિરોઈનથી ઓછા નથી. આ કોમેડી વીડિયો પર ઘણા યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વીડિયોને ઘણી લાઈક્સ અને વ્યૂઝ મળી રહ્યા છે.

Not allowed