ડાયાબિટીઝના દર્દીઓ માટે છે સારો વિકલ્પ આ ચોખા, ચોખાની ક્રેવિંગને કરવી છે શાંત તો થાળીમાં સામેલ કરો આ ખાસ ભાત

કોઇ સુપરફુડથી ઓછા નથી આ ખાસ ચોખા, ફાયદા જાણી રહી જશો હેરાન

ચોખા એ તમામ ભારતીયોના આહારનો એક અભિન્ન ભાગ છે અને બાળપણથી જ આપણે બધા અલગ અલગ વેરાયટીમાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ. આપણે રોટલીની સરખામણીમાં ચોખાને ખૂબ જ પ્રેમથી ખાતા આવ્યા છીએ. જો કોઈને અચાનક ભાત ખાવાની ના પાડી દેવામાં આવે તો તેની હાલત શું થશે તેની કલ્પના કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓને વધારે ફેટ, સ્વીટ, તેલ અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય તેવા ખોરાક ખાવાની વારંવાર મનાઈ કરવામાં આવે છે. સફેદ ચોખામાં મોટી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેથી જ ડૉક્ટરો ડાયાબિટીસના દર્દીઓને તેનાથી બચવા કહે છે. જો કે, સફેદ ચોખાનો બીજો પણ વિકલ્પ છે.

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે એક એવા ચોખાને રોજ ખાઇ તમારી તૃષ્ણાને શાંત કરી શકો છો અને તમે બ્લડ સુગરને નિયંત્રણમાં પણ રાખી શકો છો. જો તમને ડાયાબિટીસ ન હોવ તો પણ તમે તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી શકો છો. તમે સ્માર્ટ વર્ક-હાર્ડ વર્કની કહેવત તો સાંભળી જ હશે, આ કહેવત ડાયાબિટીસમાં પણ ઘણી હદ સુધી ફિટ બેસે છે. આ રોગ સામે લડવા માટે જરૂરી નથી કે તમે તમને ગમતી બધી વસ્તુઓ ખાવાનું છોડી દો, પરંતુ ચતુરાઈથી કામ કરવાને બદલે તમારી પસંદગીના સ્વાસ્થ્યપ્રદ વિકલ્પોને આહારમાં સામેલ કરવા પર ધ્યાન આપો. આનાથી તમે ન માત્ર તમારા બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો પણ ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડી શકો છો.

આરોગ્ય નિષ્ણાતોના મતે, જ્યારે સ્વાસ્થ્ય અને પોષણની વાત આવે છે ત્યારે ચોખાને ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવતું નથી. ભારતીય આહારનો અભિન્ન ભાગ હોવા છતાં, તે ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓ દ્વારા ટાળવામાં આવે છે કારણ કે તેમાં સ્ટાર્ચયુક્ત કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે જમ્યા પછી લોહીમાં શર્કરાના સ્તરમાં અચાનક વધારો કરે છે. પરંતુ બ્લેક રાઇઝ આવા નથી. ઘણા લોકો એ વાતથી અજાણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લેક રાઈસ એક હેલ્ધી ઓપ્શન છે. તેમાં ઘણા પોષક તત્વો છે, જ્યારે સફેદ ચોખા માત્ર સ્ટાર્ચયુક્ત સ્તરોનું એક સ્વરૂપ છે, જેના કારણે બ્લેક રાઇઝ સફેદ કરતાં વધુ સારો વિકલ્પ છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. તે ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ તેને રોજ ખાઈ શકે છે. બ્લેક રાઇઝમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. આ બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં નોંધપાત્ર રીતે મદદ કરે છે. વજન વધવાથી તમારા ડાયાબિટીસ પર નકારાત્મક અસર પડી શકે છે. આ એક મોટું કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને સફેદ ચોખા ટાળવાની સલાહ આપવામાં આવે છે. બીજી બાજુ, કાળા ચોખા તમારા વજનને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓને ગ્લુટેનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે પેટનું ફૂલવું અને પેટમાં દુખાવો સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. કાળા ચોખા ગ્લુટેન ફ્રી હોય છે જો તમે ડાયાબિટીસના દર્દી ન હોવ તો પણ તમે કાળા ચોખા ખાઈ શકો છો. તેમાં ફાઈબર અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે. આનાથી તમારા શરીરમાં બ્લડ સુગર કંટ્રોલ થાય છે, જેનાથી ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો થઈ જાય છે. સામાન્ય રીતે કાળા ચોખાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે અને હાલમાં એવું ક્યાંય સામે આવ્યુ નથી કે જેમાં કાળા ચોખા ખાવાથી વ્યક્તિ પર ખરાબ અસર થાય છે. તો પણ તમે બ્લેક રાઇઝને તમારા આહારમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લઇ શકો છો.

ayurved

Not allowed