ખોડો અને સફેદ વાળની સમસ્યાને જડમૂળથી ખતમ કરે છે કાળા મરી, સૌથી સરળ ટિપ્સ વાંચો આજે
વાળનું અકાળે સફેદ થઇ જવું એ અત્યારે એક સમસ્યા બની ગયું છે. ઘણા લોકો પોતાના માથામાં આવી ગયેલા સફેદ વાળને છુપાવવા માટે કલર કરતા હોય છે, પણ કલર કરવાથી વાળના મૂળ નબળા થઇ શકે છે. તો ઘણા લોકો વાળને અકાળે સફેદ થતા અટકાવવા માટે ઘરેલુ ઉપાયો કરતા હોય છે.
આજે જાણીએ વાળને અકાળે સફેદ થતા અટકાવવા માટેના આવા જ કેટલાક ઘરેલુ ઉપાયો વિશે –
આંબળા –
આંબળા આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે અને તેના નિયમિત ઉપયોગથી સફેદ વાળની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. આમળાને માત્ર આહારમાં જ નહીં, પણ તેને મહેંદીમાં મિક્સ કરો અને તેના સોલ્યુશનથી વાળને કંડિશનિંગ કરતા રહો. આંબળાને નાનાનાના કાપીને ગરમ નારિયેળના તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકાય છે.
કોફી અને કાળી ચા –
જો તમે સફેદ વાળની સમસ્યાથી પરેશાન હોવ તો કાળી ચા અને કોફીનો ઉપયોગ કરો. સફેદ થઇ ગયેલા વાળને જો કાળી ચા કે કોફીના અર્કથી ધોશો તો સફેદ થતા વાળ ફરીથી કાળા થવા લાગશે. બે દિવસે એકવાર આવું જરૂર કરવું.
એલોવેરા –વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળનું ખરવું અને સફેદ થઇ જવું બંધ થઇ જા છે. એ માટે એલોવેરા જેલમાં લીંબુનો રસ નાખીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને વાળમાં લગાવો.
ડુંગળી –
ડુંગળી આપણા સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે. કેટલાક દિવસો સુધી રોજ નહાતા પહેલા થોડી વાર માટે પોતાના વાળમાં ડુંગળીની પેસ્ટને વાળમાં લગાવો. એનાથી તમારા સફેદ વાળ કાળા થવા લાગશે. સાથે જ વાળમાં ચમક આવવા લાગશે અને વાળનું ખરવું પણ બંધ થઇ જશે.
દૂધ –
ગાયનું દૂધ પણ સફેદ વાળને કાળા કરી શકે છે. ગાયનું દૂધ વાળમાં લગાવવાથી કુદરતી રીતે જ કાળા થવા લાગે છે.
મીઠો લીમડો –
સફેદ થઇ રહેલા વાળ માટે મીઠો લીમડો સારો હોય છે. નહાતા પહેલા મીઠા લીમડાના પાનને પાણીમાં રાખી લો અને એક કલાક પછી એ પાણીથી વાળ ધોઈ લો. ફાયદો થશે.
દેશી ઘીથી માલિશ –
ઘીથી માલિશ કરવાથી ત્વચાને પોષણ મળે છે, રોજ શુદ્ધ ઘીથી માથાની માલિશ કરવાથી પણ વાળના સફેદ થવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
કાળા મરી –
કાળા મરી આપણા વાળમાં કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે. સાથે જ એ તમારા વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કાળા મરીને આપણે વાળ માટે જુદી-જુદી રીતે ઉપયોગ કરી શકીએ છીએ.
વાળ સફેદ થવા પર કાળા મરી અને દહીં –
સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે કાળા મરી અને દહીંથી બનેલું હેરપેક લગાવી શકાય છે. કાળા મરી સમય કરતા પહેલા વાળને સફેદ થવાથી રોકે છે અને ઘી વાળને મોશ્ચરાઈઝ કરે છે. આ હેરપેક બનાવવા માટે એક બાઉલમાં 1 કપ દહીં લો, એમાં 1-2 ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરો અને પછી એમાં 1 ચમચી મધ નાખીને સારી રીતે મિક્સ કરો. એ પછી આને વાળમાં લગાવો અને 20-30 મિનિટ રાખ્યા પછી વાળ ધોઈ લો.
ખોડો દૂર કરે કાળા મરી અને ઓલિવ ઓઇલ –
શિયાળામાં ઘણીવાર વાળમાં ખોડો થઇ જતો હોય છે, તો આ ખોડાને દૂર કરવા માટે ઓલિવ ઓઇલ અને કાળા મરી ઘણા ફાયદેમંદ સાબિત થાય છે. એક ચમચી કાળા મરીનો પાવડર લઈને તેમાં ઓઇલવ ઓઇલ નાખીને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં 2 ચમચી લીંબુનો રસ નાખીને મિક્સ કરો અને તેને માથામાં સ્કેલ્પ પર લગાવો અને આખી રાત રહેવા દો. પછી સવારે વાળ ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરવાથી વાળમાંથી ખોળો દૂર થાય છે.
લાંબા વાળ માટે મરી –
લાંબા અને કાળા વાળ માટે કાળા મરીનો પાવડર અને ઓલિવ ઓઇલ લઈને બે અઠવાડિયા માટે એક ડબ્બામાં બંધ કરીને મૂકી દેવા, આ પછી તૈયાર થયેલા આ તેલને વાળમાં લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો. આનાથી વાળ જલ્દી વધશે અને વાળમાં કુદરતી ચમક આવશે.