
સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંના કેટલાક ફની, કેટલાક હેરાન કરી દેનારા તો કેટલાક કપલના રોમાન્સના હોય છે. છેલ્લા થોડા સમયમાં પબ્લિક પ્લેસ પર કપલના રોમાન્સના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી.
ત્યારે હાલમાં વધુ એક કપલનો ચાલુ ટ્રેનમાં રોમાન્સનો વીડિયો વાયરલ થયો છે, જે લોકો ખૂબ જોઇ રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કપલ ટ્રેનમાં સફર કરી રહ્યુ હોય છે અને આ દરમિયાન બંને ચાલુ ટ્રેને જ ઇશ્ક લડાવવા લાગે છે. બંને વાતો કરે છે અને વાતો વાતોમાં રોમાન્સ શરૂ કરી દે છે. ટ્રેનમાં કપલ સિવાય બીજા પણ લોકો સફર કરી રહ્યા છે.
પરંતુ આસપાસની પરવાહ કર્યા વગર આ કપલ પોતાનામાં મસ્ત થઇ જાય છે અને પ્રેમનો રંગ બતાવે છે. આ વીડિયો બિહારનો હોવાનું કેપ્શન પરથી માલૂમ પડી રહ્યુ છે. આ વીડિયોને @user189876 નામના યુઝર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો આવતાની સાથે જ વાયરલ થઇ ગયો.
કપલનો ચાલુ ટ્રેનમાં રોમાન્સ જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, આ વીડિયો જૂનો છે, પણ સોશિયલ મીડિયા પર ઘણીવાર કપલના ચાલુ ટ્રેનમાં મહોબ્બતના રંગમાં રંગાયાના વીડિયો સામે આવે છે. કેટલાક સમય પહેલા જ મુંબઇની લોકલ ટ્રેનમાં એક કપલનો રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક છોકરો છોકરીના ગળા પર વારંવાર કિસ કરી રહ્યો હતો અને તેને લપેટી રહ્યો હતો.
बिहार में चलती ट्रेन में इश्क लड़ाते दिखे कपल#coupleromane #coupleromanceintrain pic.twitter.com/jNqEaCY6fS
— Viral Baba (@user189876) March 29, 2023