બેબી માટે ટ્રાય કરી રહી છે ભોજપુરી અભિનેત્રી મોનાલિસા, બોલી- બધુ ભગવાન ભરોસે છે, ફિગર ખુબ જ ધગધગતું હોટ છે

ભોજપુરી સિનેમાની પોપ્યુલર એક્ટ્રેસ મોનાલિસા તેની તસવીરો અને વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહે છે. મોનાલિસાએ સલમાન ખાનના શો ‘બિગ બોસ 10’થી દર્શકો વચ્ચે લોકપ્રિયતા હંસિલ કરી હતી. આ દિવસોમાં મોનાલિસા ટીવી શોમાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવી રહી છે. મોનાલિસા ‘બેકાબૂ’ શો સાથે ટેલિવિઝન પર પાછી ફરી છે અને તે યામિનીના રોલમાં દર્શકોના દિલ જીતી રહી છે. હવે મોનાલિસા તેના પરિવારને આગળ વધારવાનું વિચારી રહી છે.

ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને ટીવીની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે અને પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરી હતી અને આ દરમિયાન તેણે પોતાના પરિવારને વધારવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાના શો વિશે વાત કરતા મોનાલિસાએ કહ્યું, ‘હું આટલા વર્ષોથી આ ઈન્ડસ્ટ્રીમાં છું અને હું હંમેશા એકતા મેમ સાથે કામ કરવા માંગતી હતી.

તેમની સાથે આ મારો પહેલો પ્રોજેક્ટ છે અને હું ખૂબ જ ખુશ છું. તે મારા માટે એક સ્વપ્નના સાકાર થવા જેવું છે. મોનાલિસાએ આગળ કહ્યું, ‘ઓડિશન આપતી વખતે મને હંમેશા સાંભળવા મળે છે કે એકતા મેમ તેમના કલાકારોને ભવ્ય રીતે બતાવે છે. રોલ્સ હંમેશા લાર્જર ધેન લાઈફ હોય છે અને આખરે જ્યારે મને આ રોલ મળ્યો ત્યારે હું ખુશ હતી. તે સમયે મને વિશ્વાસ જ નહોતો થતો કે હું ખરેખર એકતા મેમ સાથે કામ કરવા જઈ રહી છું.

જ્યારે મોનાલિસાને તેના પરિવારને આગળ વધારવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘હા વિક્રાંત અને હું એક પરિવાર શરૂ કરવા માંગીએ છીએ. હું બ્રેક પર નથી, અમે પારિવારિક રીતે આગળ વધવા માંગીએ છીએ. અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અમે તેના વિશે વધુ વાત કરતા નથી કારણ કે આ વસ્તુઓ અમારા હાથમાં નથી. અમે બધું ભગવાન અને અમારા નસીબ પર છોડી દીધું છે,

કારણ કે આ વસ્તુઓ અમારા હાથમાં નથી. પોતાના નવા શો વિશે વાત કરતા મોનાલિસાએ કહ્યું કે આ શોમાં તેનો નેગેટિવ રોલ છે. કારણ કે દર્શકો તેને નેગેટિવ રોલમાં જ પસંદ કરે છે. તેણે વધુમાં કહ્યું કે, હું ટેલિવિઝનમાં નેગેટિવ રોલ કરી રહી છું પરંતુ જ્યારે હું વેબ શો કરું છું ત્યારે પોઝિટિવ પાત્રો ભજવું છું.

ayurved

Not allowed