
ભરવાડ પરિવારમાં બે દીકરીઓ અને એક દીકરાના હતા લગ્ન, દીકરોના લગ્નના દિવસે જ એક દીકરીનું હાર્ટ એટેકથી થયું મોત, ખુશીઓ બદલાઈ ગઈ માતમમાં
હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે અને લગ્ન ગાલ દરમિયાન ઘણા બધા યુગલો લગ્નના બંધાનમાં પણ બંધાઈ રહ્યા છે. ઘણીવાર લગ્ન દરમિયાન એવી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેને લઈને ખુશીઓનો માહોલ પણ શોકમાં બદલાઈ જતો હોય છે. લગ્નમાં જતા સમયે કોઈ સગા સંબંધીને અકસ્માત નડવાની ઘટનાઓ સામે આવે છે તો કોઈને હાર્ટ એટેક આવવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે.
ત્યારે હાલ એવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. જેમાં હસી ખુશી લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહેલી કન્યાને અચાનક હાર્ટ એટેક આવતા જ તેનું નિધન થયું હતું. કન્યાના નિધન બાદ પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. તો બીજી તરફ જાન પણ માંડવે આવીને ઉભી હતી. ત્યારે પરિવાર દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવ્યો જેને લોકો પણ વખાણ્યો છે.
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઇ રાઠોડની બે દીકરીઓના એક સાથે લગ્ન લેવાયા હતા. આ ઉપરાંત બીજા દિવસે દીકરાના લગ્ન પણ હતા. આખો પરિવાર આ લગ્નથી ખુબ જ ખુશ ખુશાલ હતો. તેમની એક દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે નક્કી થયા હતા.
લગ્નના દિવસે જાન પણ માંડવે આવવાની તૈયારી હતી અને ત્યારે જ હેતલને ચક્કર આવ્યા અને તે બેભાન થઈને ઢળી પડી. હેતલને તાત્કાલિક 108 મારફતે સારવાર મૅટ ખસેડવામાં આવી પરંતુ ત્યાં તબીબે જણાવ્યું કે તેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ત્યારે લગ્નના દિવસે જ દીકરીનું નિધન થતા પરિવાર પણ શોકમાં ડૂબી ગયો હતો.
બીજી તરફ જાન માંડવે આવીને ઉભી હતી. એવા સમયે રાઠોડ પરિવાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેતા હેતલના પાર્થિવ દેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને તેમની નાની દીકરીના લગ્ન વિશાલ સાથે કરવામાં આવ્યા. જીણાભાઇએ પોતાના કાળજા પર પથ્થર રાખીને બંને દીકરીઓના કન્યાદાન કર્યા. સમાજમા તેમના આ નિર્ણયની પણ હવે પ્રસંશા થઇ રહી છે.