ભારતી સિંહના દીકરા ગોલા આગળ ફેલ છે જેહ અને તેમુરની ક્યુટનેસ, લેટેસ્ટ તસવીરો અને વીડિયો જોઇ તમે પણ માની લેશો

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા બી-ટાઉનના સૌથી લોકપ્રિય સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. બંનેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ભારતી અને હર્ષ 3 એપ્રિલના રોજ એક ક્યુટ પુત્રના માતા-પિતા બન્યા હતા. જેનેજેનું નામ તેઓએ લક્ષ્ય સિંહ લિમ્બાચિયા રાખ્યુ છે અને તેઓ પ્રેમથી તેને ‘ગોલા’ કહે છે. ભારતી સિંહ તેના કામ અને તેના બાળક બંનેને સારી રીતે સંભાળી રહી છે. વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને લીધે ભારતી તેના પુત્રના જન્મના કેટલાક જ દિવસમાં કામ પર પરત ફરી હતી.

જો કે, તે તેના લાડલા સાથે સમય પસાર કરવાની કોઈ તક છોડતી નથી. સોમવારે સાંજે ભારતી તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન સ્પોટ થઇ હતી અને આ દરમિયાન ગોલા પણ જોવા મળ્યો હતો. લક્ષ્ય જ્યારે મમ્મીના સેટ પર પહોંચ્યો તો તેણે તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. આ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, ભારતી સ્કૂલ યુનિફોર્મમાં જોઇ શકાય ઠે અને તેણે સફેદ શર્ટ સાથે પીળો ચેકર્ડ સ્કર્ટ મેચ કર્યો છે. તેણે વાળમાં બે પોનીટેલ પણ બનાવેલી જોવા મળે છે.

ગોલુ મોલુ લક્ષ્ય સફેદ આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગતો હતો. ક્યારેક ભારતી તેને હવામાં ઉછાળતી તો ક્યારેક લાડ લડાવતી જોવા મળી હતી. એક તસવીરમાં ક્યૂટ નાનું બાળક લક્ષ્ય સાથે રમતું પણ જોવા મળ્યુ હતુ. ભારતી અને ગોલાને જે વીડિયો સામે આવ્યો છે, તે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે અને આ વીડિયોને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. ભારતી અને હર્ષ ઘણીવાર કહે છે કે ગોલા શાંત બાળક છે અને જ્યારે તે ઘરની બહાર હોય છે ત્યારે દરેક ક્ષણનો આનંદ માણે છે.

આ તસવીરોને જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે જ્યારે પણ ગોલા મમ્મી સાથે બહાર નીકળે છે ત્યારે તેનો ચહેરો ખુશીથી ઝળહળી ઉઠે છે. વીડિયોમાં સાંભળવા મળી રહ્યુ છે કે, ભારતી ત્યાં હાજર પેપરાજીઓને કહે છે, ‘ચાલો, બાળકની ચાનો સમય થઈ ગયો છે. બરાબર છ વાગ્યે બાળક ચા પીવે છે. તે ચાર વાગે ઉઠીને પણ ચા પીવે પીવે છે.’ સેટની બહાર ભારતીના ચાહકો પણ હાજર હતા. એક ચાહક તેના બાળકને ખોળામાં લઈને પહોંચી. તે બાળકને જોઈને ભારતી કહે છે, ‘ઓહ આપકા તો લેન્સ વાલા બચ્ચા હૈ.’

આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે. ભારતી ત્યાં હાજર એક મહિલાને તેના પુત્ર ગોલાને હાથમાં પણ ઉંચકવા દે છે. ભારતીનો વીડિયો જોઈને એક યુઝરે લખ્યું, ‘ભારતી ખૂબ જ નમ્ર છે.’ એકે લખ્યું, ‘ભારતી શ્રેષ્ઠ છે.’ એક યુઝરે કહ્યું, ‘ભારતી ડાઉન ટુ અર્થ છે. નહીં તો કોઈ સેલિબ્રિટી ચાહકને પોતાના બાળકને ખોળામાં આપવા તો દૂર જોવાની પણ પરવાનગી ન આપે. એકે કહ્યુ, ભારતી કરતાં મોટી સેલિબ્રિટી હવે ક્યૂટ ગોલા બની ગયો છે. ‘ભારતી સિંહ તમે વાસ્તવિક જીવનની રાણી છો’. અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે ખૂબ જ સ્વીટ છો’. ભારતીનો આ વીડિયો જોઈને ફેન્સ કોમેડી ક્વીન પર પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ayurved

Not allowed