તમારા ડાયજેશને સારું રાખવા માટે આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો

જો તમારું પાચન સારું રહે છે તો તમારું શરીર આહારના બધા જરૂરી પોષણ અવશોષિત કરી શકે છે. તમે સવારના દરમ્યાન કેટલીક સારી આદતો અપનાવીને તમારા પાચનને સારું બનાવી શકો છો. જો તમારું પાચનતંત્ર ઠીક નથી તો તમને અપચો, ગેસ, ઉલ્ટી, પેટમાં દુખાવો, વગેરે જેવી સમસ્યા થઇ શકે છે.

વારંમ વાર ઉલ્ટું સીધું ખાતા રહેવાથી પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે. એટલા માટે કઈ પણ ઉલ્ટું સીધું ખાતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પાચન તંત્ર ખાવાને ઉર્જામાં બદલીને શરીરને બીમારીઓ સામે લાડવા તાકાત આપે છે. પાચન ક્રિયા સારી ના હોવાના કારણે જમવાનું સરખી રીતે પચી શકતું નથી.

જો તમે ફ્રુટ જ્યુસ, સત્તુ શરબત, સૂપ વગેરે જેવા પ્રવાહી ખોરાક વધુ પીશો તો પેટમાં કોઈ ગરબડ નહીં થાય આનું કારણ એ છે કે આપણું પાચન તંત્ર પ્રવાહી વસ્તુઓને સરળતાથી પચાવી લે છે જ્યારે સોલિડ ફૂડનું પાચન થોડું મુશ્કેલ હોય છે. આ ડાયજેશનની સમસ્યાઓથી બચવા માટે તમારા ડેલી ડાયટમાં પાંચ રિચ ફૂડ ખાઓ. જો ફળ, ડ્રાયફ્રૂટ અને ઓટ્સ જેવી વસ્તુઓ ખાશો તે પાચનની પ્રોબ્લમ નહિ આવે. તમે ઈચ્છઓ તો ઘઉં અને બીજા ઘણા અનાજ પણ ખાઈ શકો છો.

ઘણી વખત વધારે ચરબી વાળું ખાવાથી પાચનક્રિયા બગડી જતી હોય છે પરંતુ જો તમે અળસી, ચિયા સીડ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ રિચ ડાયટ લેશો તો તમને હેલ્દી ફેટ્સ મળશે જેનાથી શરીરમાં વસા જેવી જરૂરિયાત પણ પુરી થઇ જશે અને પાચન તંત્ર પણ સારું રહેશે.

પાચનતંત્ર ત્યારે ખરાબ થાય છે જયારે અનહેલ્ધી લાઈફસ્ટાઈ જીવવાનું શરુ કરી દેતા હોઈએ છીએ અને તે ખાવાનું ભારે પડી જતું હોય છે. આપણે ઘણી વખત કામનું રૂટિન બનાવી દેવો જોઈએ જેમાં ડાયટ અને વર્કઆઉટ સમય પ્રમાણે થાય એવું કરવાથી ડાયજેશન સારું રહે છે. બીઝી લાઇફસ્ટાઇલના કારણે આપણને જીમમાં જવાનો સમય નથી મળતો જેના કરીને આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઇ જતી હોય છે. યાદ રાખો કે બોડીને આપણે જેટલું એક્ટિવ રાખીશું ડાયજેસ્ટિવ એટલું જ સારું રહશે.

team ayurved

Not allowed