જો તમે તમારા ચહેરા પર ટેનિંગ દૂર કરી લાવવા માગો છો નિખાર તો આ રીતે કરો ચણાના લોટનો ઉપયોગ

સ્કિન માટે ઘરેલું ઉપચારની વાત કરવામાં આવે તો તેમાં ચણાનો લોટ મહત્વની ભૂમિકા ભજવે છે. ચણાના લોટમાં એવા ઘણા તત્ત્વો છે જે ત્વચાની ગંદકીને બહાર નીકાળામાં મદદ કરે છે. તેમાં રહેલ ઝિંક પિમ્પલ્સ અને કીલ સામે રક્ષણ આપે છે. જો ત્વચા ટેન થઈ ગઈ હોય તો તેમાં ચણાનો લોટ સૌથી વધુ ફાયદાકારક છે. આ સિવાય તે ત્વચાને ગ્લોઈંગ અને ગોરી પણ બનાવે છે. અહીં અમે તમને ચણાના લોટના આવા બે પેક વિશે જણાવી રહ્યા છીએ જે ત્વચાને ચમકદાર અને ગોરી બનાવવામાં મદદરૂપ છે.

પ્રતિકાત્મક તસવીર

બેસન, દૂધ અને લીંબુનો પેક : આ માટે 3-4 ચમચી ચણાનો લોટ લો અને તેમાં થોડા ટીપાં લીંબુનો રસ અને 2-3 ચમચી કાચું દૂધ નાખીને મિક્સ કરો. હવે સૌપ્રથમ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને ક્લીંઝરથી ચહેરો સારી રીતે સાફ કરો. હવે આ પેકને આખા ચહેરા પર લગાવો. અડધો કલાક આમ જ રહેવા દો અને પછી હળવા હાથે માલિશ કરીને પેકને કાઢી લો અને પછી પાણીથી ધોઈ લો.

પ્રતિકાત્મક તસવીર

આ પેકમાં કાચા દૂધને બદલે મિલ્ક ક્રીમનો પણ ઉપયોગ કરી શકાય છે. બેસન શુષ્ક ત્વચા પર પણ ચમત્કારિક અસર દર્શાવે છે. આ માટે ચણાના લોટમાં કેળાને મિક્સ કરીને ચહેરા પર લગાવો. ત્વચાનો રંગ નિખારવા માટે ચણાના લોટનું પેક પક બનાવીે પણ લગાવી શકાય છે. હળદર અને ચણાના લોટમાં થોડું ચંદન અને 3-4 ટીપા ગુલાબજળ મિક્સ કરો. હવે તેને ચહેરા પર સારી રીતે લગાવો અને એક કલાક પછી ધોઈ લો.

team ayurved

Not allowed