પવિત્ર માનવામાં આવતી તુલસીના આ આયુર્વેદિક ઉપાય તમને પણ નહિ જાણ હોય, કાનના રોગો અને બહેરાશ દૂર કરવામાં છે ખુબ જ કારગર

આપણા હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને માતાની જેમ પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડનું જેટલું પૌરાણિક મહત્વ છે તેનાથી વધારે તેના ઔષધિ માટે ઉપયોગમાં લેવાય છે. આજના પ્રદુષિત વાતાવરણને કારણે ગંભીર બીમારીનો ખતરો વધતો જાય છે, અને આ બીમારીની સારવાર માટે લોકો એલોપેથી તરફ જવા લાગ્યા છે.

તુલસીના છોડને ઘરે રાખવાથી જ કેટલીક બીમારીઓ જતી રહે છે, અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીનો છોડ એક એકલો એવો છોડ છે જે 24 કલાક આપણને ઓક્સીજન આપે છે. તેથી ઘરની ચારે બાજુ તુલસીનો છોડ વાવો જોઈએ જેથી રોગથી બચવામાં પણ મદદ મળે. સવારના તુલસીના પત્તાથી બનાવેલી ચા પીવાથી પણ લાંબા સમય સુધી કોઈ બીમારી આવતી નથી.

ગળાની ખરાશ –
જયારે તમારું ગળું બેસી ગયું હોય, અવાજ ખરાબ થઇ ગયો હોય, બોલવામાં તકલીફ પડતી હોય ત્યારે તુલસીના ૨/૪ પાનની સાથે મરી અને સાકર લઇ મોઢામાં રાખી ચૂસવું. આમ કરવાથી ગળાની તકલીફ દૂર થયા છે અને અવાજ પણ સુધારો થશે.

બહેરાશથી છુટકારો –
કેટલાક લોકો નાની ઉંમરમાં બહેરાશના શિકાર થઇ જાય છે અને ડોક્ટર પાસેથી સારવાર કરાવીને કંટાળી જાય છે. આવી સમસ્યામાં તુલસીને વરદાન માનવામાં આવે છે. કાનની તકલીફો જેવી કે કાનમાં દુખાવો થવો, ઓછું સંભળાવવું અથવા કઈ પણ ન સંભળાવવું જેવી તકલીફો તુલસીના ઉપયોગથી મટાડી શકો છે. તુલસીના રસમાં કપૂર ભેળવીને તેના થોડું ગરમ કરી કાનમાં નાખવાથી તકલીફમાં રાહત આપે છે. તમે એકલી તુલસીના પાનનો રસ પણ ગરમ કરીને કાનમાં નાખી શકો છો.

શ્વાસની દુર્ગંધ –
શ્વાસમાંથી આવતી દુર્ગંધ એક બાજુ આપણી પર્સનાલિટી ખરાબ કરે છે અને બીજી બાજુ કેટલીક બીમારીઓને પણ આકર્ષે છે. આ તકલીફથી છૂટવા માટે લોકો કેટલા રૂપિયાનું પાણી કરે છે પણ કઈ ફરક નથી પડતો. દુર્ગંધને દૂર કરવા તુલસીના ઉપયોગથી ખુબ જ ફાયદો થાય છે. તુલસીના સુકાયેલા પાનને સરસવના તેલમાં ભેળવીને દાંત સાફ કરવાથી શ્વાસની દુર્ગંધ જતી રહે છે. આ ઉપરાંત તુલસીના પાન ખાવાથી શ્વાસ તાજા રહે છે અને પાયરિયા જેવી તકલીફોથી છુટકારો મળે છે.

Team Akhand Ayurved

Not allowed