આ વસ્તુનું સેવન કરવાથી હરસ-મસા જેવા રોગમાં મળે છે રાહત, સાથે જ કેન્સર જેવા ભયાનક રોગ સામે પણ છે કારગર, જાણો

વધારે પડતા લોકો પાઈલ્સની પરેશાનીનો અનુભવ કરતા હોય છે. કેટલાક મામલામાં આ પરેશાની વધારે મસાલેદાર અને ગરમ ખાવાના કારણે થાય છે તેમજ કેટલાક લોકોમાં આ બીમારી આનુવંશિક કારકોના કારણે થતી હોય છે. આ સમસ્યાથી નીકળવા માટે આયુર્વેદ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

પાઈલ્સની બીમારી વિશે તો આપણે બધાએ સાંભળ્યું છે પરંતુ જેને આ થાય છે તેને ઉઠવા બેસવામાં મુશ્કેલી થતી હોય છે. લોકો આ બીમારીને કહેવામાં શરમાતા હોય છે. તેવામાં ડોક્ટરની પાસે જવું ના પડે તેના માટે કંઈક ને કંઈક નુસખા ઉપયોગમાં લેતા હોય છે. આ એક એવી બીમારી છે જેમાં એનસની અંદર અને બહારના ભાગની શિરાઓમાં સોજો થઇ જતો હોય છે.

તેની સાથે લોહી નીકળવાની સાથે જ દુખાવો પણ ખુબ થાય છે. આ સમસ્યા સામાન્ય રીતે ગરમ અને મસાલેદાર ખાવાનું ખાવાથી થાય છે. તેની સાથે જો પરિવારમાં કોઈને આવી સમસ્યા રહી હોય તો આગળની પેઢીમાં આ સમસ્યા ટ્રાન્સફર થઇ જતી હોય છે. તેવામાં સૂરણના શાકનું સેવન કરવાથી તેમાં રાહત મળી શકે છે. સૂરણની ખેતી જમીનની અંદર થાય છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય તત્વ રહેલા હોય છે. સૂરણ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. સૂરણનું સેવન કરવાથી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

સૂરણમાં ફાઈબર, વિટામિન C, વિટામિન B6, વિટામિન B1 અને ફોલિક એસિડ હોય છે. સાથે જ પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ રહેલું હોય છે જે પાઈલ્સથી લઈને કેન્સર જેવી ભંયકર બીમારીઓથી બચાવી શકે છે. સૂરણમાં એન્ટીઓસ્કિડેન્ટ, અને બીટા કૈરોટિન રહેલું હોય છે જે કેન્સર ઉત્પ્ન્ન કરવા વાળા ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે.

સૂરણ બ્લડ સર્ક્યુલેશન ઠીક કરે છે. તેમાં મોજુદ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુળના કારણે તે ગઠિયા અને અસ્થમાના રોગી માટે પણ ફાયદાકારક હોય છે. સૂરણમાં રહેલ કોપર લાલ રક્ત કોશિકાઓને વધારીને શરીરમાં લોહીના ફ્લોને દરુસ્ત કરે છે અને આયરન બ્લડ સર્ક્યુલેશન ઠીક કરવામાં મદદ કરે છે.

પાઈલ્સ, શ્વાસના રોગ, ખાંસી, આમવાત અને કૃમિરોગના ઉપચારમાં સૂરણનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોને લીવર કે યકૃતમાં સમસ્યા છે તેના માટે ડોક્ટર પણ સૂરણ ખાવાની સલાહ આપે છે. સૂરણનું શાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સૂરણનું શાક બનાવવું પણ સહેલું છે. તેના માટે સૌથી પહેલા સૂરણને છોલીને તેના પતલા પતલા ટુકડા કરી લો. ટાયરબાદ તેને કુકરમાં નાખીને થોડી વાર માટે ગરમ કરી લો. ત્યારબાદ કઢાઈમાં જેવી રીએ શાક બનાવીએ તેવી રીતે મસાલો નાખીને અન્ય શાકની જેમ બનાવી લો.

team ayurved

Not allowed