શું તમે પણ દાઢમ ખાતા સમયે છોતરા ફેંકી દો છો ? તો એવી ભૂલ ક્યારેય ના કરતા, જુઓ કેટલા ગુણકારી છે છોતરા, આ રીતે કરો ઉપયોગ

દાઢમની જેમ તેની છાલ પણ છે ખુબ જ ચત્મકારીક, કેન્સર અને હૃદયરોગમાં છે ખુબ જ ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

દાડમને સૌથી વધુ પૌષ્ટિક ફળોની શ્રેણીમાં રાખવામાં આવે છે. તે બીમાર વ્યક્તિ માટે રામબાણ દવા સમાન છે. જો તમે લાંબા સમયથી તેનું સેવન કરી રહ્યાં છો, તો સામાન્ય રીતે તમારા શરીરમાં એનિમિયા નથી. તેમાં જોવા મળતા વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તમને જણાવી દઈએ કે દાડમની જેમ તેની છાલ પણ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તો ચાલો આપણે આજે દાઢમની છાલના કેટલાક ફાયદાઓ જોઈએ.

1. દાડમની છાલ ત્વચાના કેન્સરનું જોખમ ઘટાડે છે. આ સાથે, તે તમારી ત્વચાને હાનિકારક યુવીએ કિરણોથી બચાવે છે. દાડમની છાલનો પાઉડર કોઈપણ ક્રીમ કે લોશનમાં મિક્સ કરીને પણ લગાવી શકાય છે. ચહેરાની ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. આના ઉપયોગથી ત્વચા માખણ જેવી કોમળ બને છે.

2. એક ગ્લાસ પાણીમાં દાડમની છાલનો પાઉડર ભેળવીને તે પાણીથી કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ અને જીન્જીવાઇટિસથી રાહત મળે છે. જો તમારા મોઢામાં ફોલ્લા હોય તો પણ આનાથી કોગળા કરવાથી થોડા દિવસોમાં ફોલ્લા મટી જશે.

3. દાડમની છાલમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, તે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. તમને જણાવી દઈએ કે દાડમની છાલ કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખે છે અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે.

4. દાડમની છાલનો પાઉડર બનાવવા માટે, પહેલા તેની છાલ એકઠી કરો અને તેને સૂકવી લો, પછી તેને પીસી લો. તેના પાવડરનો ઉપયોગ કરવાથી મહિલાઓને અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં રાહત મળે છે અને તેનાથી પેટના દુખાવામાં પણ રાહત મળે છે.

Team Akhand Ayurved

Not allowed