
પીપરી, લાંબા મરચા કે જે એક સુગંધિત છોડ હોય છે. તેના મૂળ અને ફૂલોનો ઉપયોગ ઔષધીય ગુણો માટે થાય છે. આયુર્વેદમાં આ છોડના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. જો કે તેના ચાર પ્રકાર છે, પરંતુ તેના ઔષધીય ગુણો માટે માત્ર સૌથી નાની અને સૌથી મોટી પ્રજાતિનો ઉપયોગ કરવામાં આવે છે. તે સુગંધિત પરંતુ તીક્ષ્ણ છે. પીપરીના છોડ વરસાદની મોસમમાં ખીલે છે અને ઠંડીની ઋતુમાં ફળ આપે છે. તેના ફળોને પીપ્પલી અથવા પીપલી કહેવામાં આવે છે.
પિપ્પલી બ્રોન્કાઇટિસ, અસ્થમા, ઉધરસ, ગળામાં દુખાવો અને ફેફસા સહિત બીજી ઘણી સમસ્યાઓની સારવારમાં અસરકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ શ્વાસ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. જો તમે કબજિયાત, અપચોની સમસ્યાથી પરેશાન છો તો તમારે પીપરીનું સેવન કરવું જોઈએ. પીપરીનું પાણી પીવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. જો તમે એનિમિયાથી પરેશાન છો, તો તમારે દરરોજ પીપરીના ચૂર્ણનું મધ સાથે સેવન કરવું જોઈએ.
આ સાથે તે લોહીને સાફ કરવામાં પણ અસરકારક છે. પીપરીને ગાયના ઘીમાં તળી લીધા બાદ તેને મધ કે ગાધના દૂધમાં પીસીને પીવો. જમવાની 10 મિનિટ પહેલા કે પછી તેનું સેવન નપુંસકતા અને શીઘ્રપતનની સારવારમાં અસરકારક છે. પીપરીનો ઉકાળો અથવા તેનું ચુર્ણ ગરમ પાણી સાથે પીવાથી સ્ત્રીઓને પીરિયડ્સના કારણે થતા દુખાવામાં રાહત મળે છે. આ સાથે તે કમરના દુખાવામાં પણ રાહત આપે છે. પીપરી ગરમ હોય છે જેને કારણે ઉનાળામાં તેનું સેવન ન કરવું જોઈએ.
જો કે, શિયાળામાં પણ તેના વધુ પડતા સેવનને કારણે ખંજવાળ અથવા એલર્જીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે જો લોકોને દાંતમાં દુખાવો હોય ઘરેલુ ઉપચાર તરીકે લોકો લવિંગનો ઉપયોગ કરે છે. લવિંગને દાંત નીચે દબાવી રાખે છે. પણ પિપરી પણ આમાં અસરકારક છે. તેને પીસીને પાવડર બનાવ્યા બાદ મધ સાથે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી તેને પેઢા અને દાંત પર હળવા હાથે ઘસવાથી દાંતના દુઃખાવાથી તો રાહત મળે જ છે પણ પેઢામાંથી આવતી દુર્ગંધ પણ ખતમ થઈ જાય છે.