છેલ્લા ઘણા દિવસોથી ડુંગળી મોંઘી થવાની ખબર સામે આવી રહી છે. ડુંગળી એવી ખાવાની વસ્તુ છે જે લગભગ ભારતના દરેક રસોડામાં જોવા મળતી હોય છે. ડુંગળી ખાવાના સ્વાદને વધારે તો છે જ સાથે જ સલાડમાં પણ ખુબ વધારે માત્રામાં પ્રયોગ કરવામાં આવે છે. ડુંગળી ખાલી ખાવાના સ્વાદને નથી વધારતો પરંતુ ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. ડુંગળીમાં ઘણા એવા ઔષધીય ગુળ હોય છે જે બીમારીને ઠીક કરવામાં મદદ કરી શકે છે.
એવું માનવામાં આવે છે કે કાચી ડુંગળીના ઉપયોગથી વાળ લાંબા થાય છે. ડુંગળીનો ઉપયોગ બ્લડ શુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડુંગળીમાં ઘણા એવા તત્વો રહેલા હોય છે જે કેન્સરથી બચવામાં પણ સહાયતા કરે છે. કાચી ડુંગળી ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ બુસ્ટ થાય છે.
ઉનાળામાં ડુંગળી આપણને હીટ સ્ટ્રોકથી બચાવે છે. ડુંગળીના એવા પણ ફાયદા છે જે સેવન કર્યા વગર પણ થાય છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે તે તમને શરદી અને ફ્લૂથી બચાવે છે. આ સિવાય તે તમને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી પણ બચાવે છે. આ માટે ડુંગળીનો ટુકડો કાપીને તમારા પલંગની પાસે રાખો. તેનાથી તમને સારી ઊંઘ આવશે. જૂના સમયમાં લોકો ચેપ અને શરદીથી બચવા માટે તેમના પથારી પાસે ડુંગળીનો ટુકડો રાખતા હતા.
ઉનાળાની ઋતુમાં મચ્છર અને જીવજંતુઓ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે અને આપણી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આવી સ્થિતિમાં ડુંગળીનો ટુકડો તમારા પલંગ પાસે રાખો અને સૂઈ જાઓ તો મચ્છર તમારી પાસે નહીં આવે.
પગને ડિટોક્સ કરવા અને લોહીનું પરિભ્રમણ સારી રીતે ચલાવવા માટે ડુંગળીને પગ પર ઘસીને સૂવાથી ફાયદો થાય છે. જો તમને જંતુઓ કરડી ગયા હોય તો તે જગ્યાએ ડુંગળીનો રસ લગાવીને બળતરામાં આરામ મળે છે. જો કોઈના નાકમાંથી લોહી નીકળતું હોય તો ડુંગળીના રસના 2-3 ટીપાં નાખવાથી આરામ મળે છે.
સાંધાના દુખાવાની સમસ્યા માટે ડુંગળીનો રસ સરસવના તેલમાં મેળવીને લગાવવાથી આરામ મળે છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તો ડુંગળીના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.