તરબૂચના બીજમાં છુપાયેલા છે ઘણા બધા ગુણ, ફાયદાઓ જાણીને રહી જશો દંગ

ગરમીની સીઝનમાં તરબૂચનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. કેમકે તરબૂચમાં લગભગ 90% પાણી રહેલું હોય છે જે ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા મદદ કરે છે સાથે જ ડીહાઇડ્રેશનની સમસ્યાથી પણ બચાવવામાં મદદ કરે છે. તરબૂચ શરીરને હાઈડ્રેટ કરવાની સાથે ઇન્સ્ટન્ટ એર્નજી આપવામાં પણ મદદ કરે છે. તરબુચમાં પ્રોટીન, વિટામિન બી, મેગ્નેશિયમ, ફોલેટ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, કોપર, ઝીંક વગેરે રહેલું હોય છે જે ઇમ્યુનીટીને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

પરંતુ ઘણી વખત તરબૂચમાં રહેલા બીજના કારણે તેને ખાવામાં સ્વાદ બગડી જતો હોય છે. હવે કોઈ માણસ તરબૂચમાંથી બીજ નીકળવાની મહેનત કેમ કરે? તેના ચક્કરમાં ઘણા લોકો તો તરબૂચ ખાતા જ નથી હોતા કે પછી ખાતા સમયે બીજ થુંકી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તરબૂચના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તમારે તેને તરબૂચ સાથે ખાવા જોઈએ.

તમારા ડાયટમાં તરબૂચના બીજ સામેલ કરો. આ બીજમાં રહેલું પ્રોટીન અને એમિનો એસિડ તમારા બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તરબૂચના બીજ તમારા ટિશૂને રિપરે કરી મસલ્સને હેલધી બનાવે છે. મસલ્સમાં થતા દુખાવાથી છૂટકારો મેળવવા માટે તરબૂતના બીજ અસરકારક સાબિત થઈ શેકે છે.

જો તમને હાર્ટનો પ્રોબ્લમ છે તો તરબૂચના બીજ તમારા માટે સારો ઉપયાગ બની શકે છે. તરબૂચના બીજમાં મોટા પ્રમાણમાં મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે હાર્ટ એટેકના ખતરાને ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગરમીમાં લાગતી લૂના કારણે તમે જલદી થાક અનુભવ કરવા લાગો છો. એવામાં તરબૂચના બીજને ખાવાથી તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળી શકે છે. આ બીજ હિમોગ્લોબિન માટે ખુબજ લાભદાયક હોય છે.

તરબૂતના બીજ તમારું વજન અને સ્થૂળતાની સમસ્યા દૂર કરી છે. તરબૂચના બીજ તમારું વજન ઘટાડવા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. તરબૂચના બીજનો લાભ ઉઠાવવા માટે તમે તેને સલાડ, શાક અથવા સ્નેક્સમાં સામેલ કરી ડેલી ડાયટનો ભાગ બનાવી શકો છો.

Not allowed